Site icon Revoi.in

સુરજબારીબારી નજીક સોયાબીન તેલ ભરેલું ટેન્કર પલટી જતાં ફરી ટ્રાફિકજામ સર્જાયો

Social Share

ભૂજઃ કચ્છમાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં સુરજબારી નજીક અકસ્માતને લીધે ફરી એક વખત ટ્રાફિકજામની સમસ્યા ઉદભવી હતી. જેમાં કંડલાથી સોયાબીન તેલ ભરીને દિલ્હી તરફ જતું એક ટેન્કર આગળ ખોટવાયેલા પડેલા માટી ભરેલા ડમ્પર સાથેની ટક્કરથી બચવાના પ્રયાસમાં ડિવાઈડર સાથે અથડાઈને પલટી ગયું હતું. જેના કારણે બંન્ને તરફ 5 કિલોમીટર લાંબી વાહનોની કતારો થઈ જવા પામી હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈને કે ઈજા થવા પામી નહોતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કચ્છના પ્રવેશ દ્વાર ગણાતા સુરજબારી નજીક સોયાબીન ભરેલા ટેન્કરે પલટી ખાધી હતી.જેમાં કંડલાથી સોયાબીન તેલ ભરીને દિલ્હી તરફ જતું એક ટેન્કર આગળ ખોટવાયેલા પડેલા માટી ભરેલા ડમ્પર સાથેની ટક્કરથી બચવાના પ્રયાસમાં ડિવાઈડર સાથે અથડાઈને પલટી ગયું હતું શુક્રવારે રાત્રે 11.30 વાગ્યાના અરસામાં સર્જાયેલા અકસ્માતના પગલે સુરજબારી અને માળીયા તરફના માર્ગે બંને તરફ લાંબો ટ્રાફિકજામ સર્જાઈ જતા ત્રણ કલાક સુધી વાહનોની રફતાર થંભી ગઈ હતી. સુરજબારી ટોલગેટના કર્મચારીઓ અને માળીયા પોલીસે ટ્રાફિક પૂર્વવત કરાવતાં રાત્રે 02:30 વાગ્યે વાહન વ્યવહાર ફરી શરૂ થયો હતો. આ સ્થળે અવાર નવાર કોઈ કારણોસર ટ્રાફિકજામ સર્જાતો રહે છે અને લોકોના સમય-શક્તિનો વ્યય થવાથી તેમને હાલાકી ભોગવવી પડતી હોય છે. કચ્છના રાષ્ટ્રીય ધોરી માર્ગો પર કંડલા પોર્ટને લીધે ગુડઝ વાહનોનો ભારે ટ્રાફિક જોવા મળે છે. અને અકસ્માતના પ્રમાણમાં પણ વધારો થઈ રહ્યો છે. માટાભાગના અકસ્માતો રાત્રી દરમિયાન સર્જાયા હોય છે. (file photo)