Site icon Revoi.in

‘નેશનલ હેરાલ્ડ’ કેસમાં EDને મળ્યા ખાસ પુરાવાઓ -વધશે કોગ્રેસની મુશ્કેલી

Social Share

દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી નેશનલ હેરાલ્ડ કેસ ચર્ચામાં છે, જેને લઈને ઈડી એ કોંગ્રેસના તમામ સ્થળો પર દરોડા પાડીને જીણવટભરી તપાસ હાથ ઘરી છે આ મામલે રાહુલ ગાંધી કોંગ્રેસ નેતા અને કોંગ્રસ અધ્યક્ષ સોનિયાગાંઘીને ઈડીએ ઘણી વખત કસ્ટડીમાં લઈને પૂછપરછ પમ કરી છે.ત્યારે હવે કોલકાતા અને મુંબઈમાં તપાસ કરતા ઈડીને ખાસ પુરાવા મળ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે આ તપાસ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની ફોજદારી કલમો હેઠળ વધારાના પુરાવા એકત્ર કરવા માટે શોધ હાથ ધરવામાં આવી રહી છે.કહેવામાં આવી રહ્યું છે કે તપાસ દરમિયાન હવાલા ટ્રાન્ઝેક્શનના કનેક્શન પણ મળી આવ્યા છે.

તપાસ દરમિયાન કોલકાતામાં ડોટેક્સ કંપનીની ઓફિસમાંથી યંગ ઈન્ડિયાને આપવામાં આવેલી 50 લાખ રૂપિયાની લોન સંબંધિત મહત્વના દસ્તાવેજોમળી આવ્યા છે. અગાઉ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ બુધવારે દિલ્હીમાં કોંગ્રેસની માલિકીની નેશનલ હેરાલ્ડ ઓફિસમાં યંગ ઈન્ડિયનની ઓફિસને અસ્થાયી રૂપે સીલ કરી દીધી હતી.

અગાઉ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે નેશનલ હેરાલ્ડ અખબાર સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની પૂછપરછ કરી હતી. આ તપાસ નેશનલ હેરાલ્ડ અખબારની માલિકી ધરાવતી કોંગ્રેસ પ્રમોટેડ યંગ ઈન્ડિયન પ્રાઈવેટ લિમિટેડમાં કથિત નાણાકીય ગેરરીતિઓના આરોપોથી સંબંધ ધરાવે છે.