Site icon Revoi.in

ગૃહિણીઓ માટે ખાસઃ- તમારા કિચનને ચમકાવવું છે તો જોઈલો તેને સાફ કરવા માટેની આ રીત

Social Share

સાહીન મુલતાની-

સામાન્ય રીતે કિચનને સ્ત્રીઓની પ્રયોગશાળા કહેવાય છે,વધુ કરીને મહિલાઓનો ,મય કિચનમાં જ પસાર થતો હોય છે, આવા સમયે દરેક સ્ત્રીનું પુરેપુરુ ધ્યાન કિચનને સાફ રાખવા પર હોય છે,જેવી રસોી બની જાય એટલે પહેલું કામ હોય છે કિચન સાફ કરવાનું. કંઈ રીતે કિચનને ક્લિન કરવું તે મહિલાઓ માટે મહત્વની વાત હોય છે. આ સાથે જ જો કિચન સાફ કરતા વખતે ભીનું રહી જાય તો માખી કે મચ્છર થવાની શક્યતાઓ પણ વધે છે. તો ચાલો જોઈએ ખરેખર કિચનને કઈ રીતે સાફ કરવું જોઈએ જેથી તે કોરું કટ રહે અને ક્લિન દેખાઈ.

કિચનને સાફ કરવા કોટનના કાપડના ઉપયોગ સહીત શું કરવું જોઈએ વાંચો

જ્યારે પણ તમે રસોઈ કરીને ફ્રી પડો છો ત્યારે સૌ પ્રથમ આખું પ્લેટ ફોર્મ કપડા ઘોવાના સાબુ ,પાવડર કે પછી લિક્વિડ વડે ઘોવાનું રાખો.

બને તો કિચનના પ્લેટફોર્મની ચીકાશને તારના કૂચા વડે દૂર કરો,આ સાથે જ ગેસના ચૂલાને પણ તારમા કૂચાથી સાફ કરો જેથી ચિકાશ દૂર થાય

ત્યાર બાદ પ્લેટફોર્મ ઘોવાઈ ગયા પછી વાઈપરનો ખાસ ઉપયોગ કરો, વાઈપરથી પાણીને કાઢઝી લો જેથી કરીને કિચન પરનું પાણી સાફ થઈ જાય

વાઈપરથી પાણી કાઢ્યા બાદ પણ કિચનનું પ્લેફોર્મ થોડૂં ભીનું રહે છે ત્યારે હવે કોટનના જોડા કપડા વડે પ્લેફોર્મ ક્લિન કરવાનું રાખો જેથી કિચન કોરુકટ રહે અને મચ્છર કે માખી બેસવાની સમસ્યા ન રહે..

કોટનના કપડા જેવા કે નાહીને નૂછવાના રુમાલ જૂના થી ગયા હોય અથવા તો ફાટી ગયા હોય તો તેને ચોરસ ટૂકડા કરીને સિલાઈ મારીને નાના નાના મહોતા બનાવી દો. આ મહોતા તમે હાથ સાફ કરવાથી લઈને ગેસ નૂછવા, પ્લેટફઓર્મ સાફ કરવામાં ઉપયોગમાં લઈ શકો છો.

આ સાથે જ જો તમારી બેડશીટ જૂની થઈ ગઈ હોય ત્યારે તેને પણ ચાર પાંચ પીસમાં કટ કરીને તેની ઘાર સિલાઈ મશીનથી ઓટીને તેને મહોતા કે કિચન સાફ કરવાના કપડા બનાવીને ઉપયોગ કરો જેથી કિચન કોરુકટ થશે, અને કિચન પણ પાણી  નહી રહે., હંમેશા કિચનને સાફ કરવા કોટનના કાપડનો જ ઉપયોગ કરવો જેથી કિચન ક્લિન રહેશે.