Site icon Revoi.in

ગર્લ્સ માટે ખાસ ટિપ્સ, લિક્વીડ લિપ્સ્ટિક લગાવતા વખતે ન કરવી જોઈએ આટલી ભૂલ, નહી તો  લૂક થશે ખરાબ

Social Share

દરેક સ્ત્રીઓ ઈચ્છે છે કે તે પોતે સુંદર અને આકર્ષક દેખાય ્ને આ માટે મોટા ભાગની મહિલાઓ મેકઅપનો આશરો લે છે, જો કે મેકઅપ અનેક પ્રકારના હોય છે, જો આપણે લિપ્સ્ટિકની વાત કરીએ તો તે બે પ્રકારની હોય છે મેટ અને લિક્વિડ, લિક્વિડ લિપ્સ્ટિટ લોંગ ટાઈમ માટે લિપ્સ પર ટકી રહે ચે જો કે તેને લગાવાની રીત યોગ્યે હોય તો જ તે લીપ્સને સુંદર બનાવે છે નહી તો તે લીપ્સની સુંરતા બગાડે છે.કારણ કે , લિક્વિડ લિપસ્ટિક લગાવવી થોડી મુશ્કેલ કામ છે. તેને લગાવવાથી હોઠ ઘણી વખત શુષ્ક થઈ જાય છે અને ત્વચા પર પોપડા દેખાવા લાગે છે. જો તમે લિક્વિડ લિપસ્ટિક લગાવતા પહેલા કેટલીક મહત્વપૂર્ણ ટિપ્સ ફોલો કરો તો આ સમસ્યા દૂર થઈ શકે છે.

ફાટેલા હોઠ પર લિપ્સ્ટિક લગાવાનું ટાળો

કોઈ પણ લિપસ્ટિક લગાવતા પહેલાં ધ્યાનમાં રાખવું કે હોઠ ફાટી ગયેલા ન હોવા જોઈએ. જો હોઠ પર મૃત ત્વચા હોય તો તેને દૂર કરવી. તેનાથી હોઠ મુલાયમ થઈ જશે ત્યારબાદ લિક્વિડ લિપસ્ટિક લગાવવી. તેનાથી હોઠની સુંદરતા વધી જશે અને ચહેરો પણ આકર્ષક લાગશે.

લીપલાઈનરની મદદથી શેપ આપો

જે લોકોના હોઠનો આકાર પાતળો હોય છે. એવામાં લિપસ્ટિક લગાવવાથી તે ફેલાઈ જાય છે. જો હોઠને યોગ્ય આકાર આપવો હોય તો પહેલાં લિપ લાઈનરથી આઉટ લાઈન કરવી ત્યારબાદ લિપસ્ટિક લગાવવી જેથી હોઠનો શેપ સારો દેખાશે.

લિક્વિડ લિપ્સ્ટિકને લગાવામાં ક્યારેય ન કરવી ઉતાવળ

લિક્વિડ લિપસ્ટિકનો લગાવવા માટે થોડો સમય લાગે છે. ઉતાવળમાં લગાવવાથી અથવા યોગ્ય રીતે હોઠ પર ન લગાવવામાં આવે તો હોઠની આજુબાજુ લિપસ્ટિક લાગી જાય છે.

લિપ્સ્ટિકને ઓછી માત્રા માં લો

લિક્વિડ લિપસ્ટિક સામાન્ય રીતે સ્ટીકી હોય છે. તેનો વધુ ઉપયોગ કરવાથી હોઠ સારા નથી લાગતા, જેથી તેને ઓછા પ્રમાણમાં લઈને સ્પ્રેડ કરો.જો તમે ઇચ્છો તો તેને એપ્લીકેટર વડે હોઠની બે જગ્યાએ ડોટ કરો અને પછી તેને બ્રશની મદદથી હોઠ પર આખા હોઠ પર ફેલાવો. ઓવર કોટિંગ કરવાનું ટાળો.

લિપ્સ્ટિક લગાવ્યા બાદ હોઠને બાદવા નહી અથવા ઘસવા નહી

ક્રીમી લિપસ્ટિક લગાવ્યા પછી, સ્ત્રીઓ સામાન્ય રીતે હોઠની મદદથી તેને ઘસીને ફેલાવે છે, જ્યારે લિક્વિડ લિપ કલર લગાવ્યા પછી હોઠને બિલકુલ ઘસવા જોઈએ નહીં. આમ કરવાથી, તે તમારા હોઠ પર અસમાન રીતે ફેલાશે અને તે પડના રુપમાં દેખાવા લાગશે અથવા તો તે હોઠની બહાર પણ ફેલાઈ શકે છે,જેથી તમારો લૂક ખરાબ થઈ શકે છે.

Exit mobile version