Site icon Revoi.in

નોવાક જોકોવિચએ ફરી સિદ્વિ હાંસલ કરી: 19મી વખત ગ્રાન્ડ સ્લેમનું ટાઇટલ જીત્યું

Social Share

નવી દિલ્હી: ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચે ફરી એક વખત સિદ્વિ હાંસલ કરી છે. ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચે ફ્રેન્ચ ઓપન 2021માં વિજય હાંસલ કર્યો હતો. વિશ્વના નંબર 1 ટેનિસ પ્લેયર નોવાક જોકોવિચે પોતાની ક્ષમતાનો પરચો આપ્યો હતો. ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં વિશ્વના પાંચમાં ક્રમના ગ્રીક ટેનિસ પ્લેયર સ્ટેફાનોસ સિતસિપાસને હરાવ્યો હતો. આ ફ્રેન્ચ ઓપનમાં વિજય સાથે જોકોવિચે 19મી ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ પોતાને નામે કર્યું હતું.

આપને જણાવી દઇએ કે જોકોવિચ ઓપન એરામાં તે ઓછામાં ઓછા બે વાર ચારેય ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતનારો પહેલો ખેલાડી બની ચૂક્યો છે. તેણે પોતાના ચોથા રાઉન્ડના મેચથી 18 સેટ રમ્યો હતો. ચારેય ગ્રાન્ડ સ્લેમને બે વાર જીતનાર તે ત્રીજો ખેલાડી છે.

નોવાર જોકોવિચને સિતસિપાસ એ ફાઇનલ મેચમાં આકરો પડકાર આપ્યો હતો. બંને વચ્ચે અંતિમ સમય સુધી કાંટાની ટક્કર જામેલી રહી હતી. તેણે ફાઇનલમાં ગ્રીસના સ્ટેફાનોસ સિતસિપાસને 6-7(6), 2-6, 6-3, 6-2 અને 6-4 થી હરાવી દીધો હતો. સિતસિપાસે પ્રથમ બે સેટને 7-6 અને 6-2 થી જોકોવિચને હરાવ્યો હતો. પરંતુ જોકોવિચ એ આગળના બંને સેટમાં જોરદાર વાપસી કરી હતી.

ફાઇનલ મેચ ખૂબ જ ટક્કરભરી રહી હતી. મેચના ત્રીજા સેટમાં સિતસિપાસની સર્વિસ તોડીને જોકોવિચ આગળ નીકળવામાં સફળ રહ્યો હતો. જોકોવિચે ત્યારબાદ પાછુ ફરીને નહોતું જોયું અને અંતમાં ટાઇટલ પોતાના નામે કર્યું હતું.

આ સિદ્વિ બાદ જોકોવિચે કહ્યું હતું કે, મે પાછળના 48 કલાકમાં લગભગ 9 કલાક બે ચેમ્પ્યિન્સ સામે રમ્યો છું. શારીરિક રીતે ખૂબ પડકારજનક હતું. જો કે મને મારી ક્ષમતા પર ભરોસો હતો. મને ખ્યાલ હતો કે, હું કરી શકીશ. તેણે તના કોચ અન ફિઝીયોનો આભાર માન્યો હતો.