Site icon Revoi.in

ભારત-ઇંગ્લેન્ડ T20I શ્રેણી: આ પાંચ ખેલાડીઓ પર નજર રહેશે

Social Share

અમદાવાદ: શુક્રવારથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટી 20 આંતરરાષ્ટ્રીય સિરીઝનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. બન્ને ટીમોમાં ટી20 સિરીઝ માટે કેટલાક એક્સપર્ટ આવશે. ઇંગ્લેન્ડ મટે સીમિત ઓવર ફોર્મેટમાં ઇયોન મોર્ગન આગેવાની કરશે.

આ વખતે ટી 20 સીરિઝમાં આ પાંચ ખેલાડીઓ પર નજર રહેશે

ડેવિડ મલાન
ડેવિડ મલાન તે નામ છે જેની ચર્ચા ટી20 ક્રિકેટમાં ખુબ થઈ રહી છે. તે આ દુનિયાનો નંબર વન ટી20 બેટ્સમેન છે. ડાબા હાથનો આ બેટ્સમેન 50થી વધુની એવરેજથી ટી20 ફોર્મેટમાં રન બનાવે છે. શાનદાર બેટિંગ કરતા મલાનને રોકવો બોલિંગ વિભાગ માટે મોટો પડકાર છે. 2016માં શ્રીલંકા એ વિરુદ્ધ સદી ફટકારી તેણે પોતાનો પ્રથમ પ્રભાવ છોડ્યો હતો. ત્યારબાદ તે વિશ્વભરની ટી20 લીગમાં પોતાનું નામ બનાવી રહ્યો છે.

હાર્દિક પંડ્યા
ભારતના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ઘણા સમયથી બોલિંગ કરી નથી પરંતુ મંગળવારે અમદાવાદમાં તે બદલાયેલી બોલિંગ એક્શન સાથે મેદાન પર પ્રેક્ટિસ કરી રહ્યો હતો. હાર્દિક ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટી20 સિરીઝમાં એક બેટ્સમેન તરીકે રમી રહ્યો હતો. અહીં તેનું પ્રદર્શન સારૂ રહ્યુ હતું. તેણે ભલે ત્રણ મેચમાં 42ના સર્વાધિક સ્કોર સાથે 78 રન બનાવ્યા હતા પરંતુ સૌથી મહત્વની વાત છે કે તેની સ્ટ્રાઇક રેટ 150ની ઉપર હતી.

ઇયોન મોર્ગન
મોર્ગન એકવાર ઈંગ્લેન્ડની ટીમની સાથે છે. તે વાઇટ બોલ ક્રિકેટમાં ટીમનો કેપ્ટન છે. તેના આવવાથી ઈંગ્લેન્ડની ટીમ પોતાનું ભાગ્ય બદલવાની આશા કરશે. ઈંગ્લેન્ડના વિશ્વ કપ વિજેતા કેપ્ટન નાના ફોર્મેટનો ખતરનાક બેટ્સમેન પણ છે. તે મિડલ ઓર્ડરમાં બેટિંગ કરે છે અને ઝડપથી રન બનાવે છે. મેચ ફિનિશ કરવી મોર્ગનની ખુબી છે. તે જાણે છે ક્યારે ગતિ પકડવી છે અને વિપક્ષી ટીમને કઈ રીતે દબાવમાં લાવવી છે.

રોહિત શર્મા
રોહિત ટી20 ક્રિકેટમાં ચાર સદી ફટકારનાર એકમાત્ર બેટ્સમેન છે. રોહિતે ઈંગ્લેન્ડ વિરુદ્ધ હાલમાં સમાપ્ત થયેલી ટેસ્ટ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યુ. રોહિત બેટિંગ માટે પડકારજનક પિચ પર સદી અને અડધી સદી ફટકારી. ટી20 ફોર્મેટ રોહિતનું પસંદગીનું ફોર્મેટ છે. આ કારણે તે સફળ બેટ્સમેનોમાં સામેલ છે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી20 સિરીઝને તે આ વર્ષે રમાનાર ટી20 વિશ્વકપની તૈયારીના રૂપમાં લેશે.

રિષભ પંત
રિષભ પંત જે પ્રકારના ફોર્મમાં છે તેના પર બધાની નજર રહેશે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ સિરીઝથી શરૂ થયેલું ફોર્મ ઈંગ્લેન્ડ વિરુદ્ધ જારી રહ્યું. પંતના હાલના પ્રદર્શનને કારણે ટી20 ટીમમાં તક મળી છે. પંતની બેટિંગ સ્ટાઇલ નાના ફોર્મેટ પ્રમાણે સૌથી ફિટ છે. તે ઈંગ્લેન્ડના બોલરો માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.

(સંકેત)

Exit mobile version