Site icon Revoi.in

યુએઇમાં 19 સપ્ટેમ્બરથી યોજાશે આઇપીએલ 2020: બ્રુજેશ પટેલ

Social Share

એશિયા કપ અને ટી 20 વર્લ્ડ કપ 2020 રદ થયા બાદ, ઇન્ડિયન પ્રીમિયર લીગ માટે આયોજનનો રસ્તો પહેલા જ ખુલ્લી ગયો છે. જોકે પ્રશંસકોના મનમાં સવાલ ઉઠી રહ્યા હતા કે આખરે આ ટુર્નામેન્ટ ભારતમાં આયોજિત થશે કે વિદેશમાં.પરંતુ હવે આઈપીએલની તારીખની જાણકારી પણ સામે આવી છે. દુનિયાની સૌથી પ્રખ્યાત ક્રિકેટ લીગ યુએઈમાં 19 સપ્ટેમ્બરથી શરૂ થશે. ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ 8 નવેમ્બરના રોજ રમાશે.

આઈપીએલ ફ્રેન્ચાઇઝીને આ ફોર્મ્યુલાથી જાગૃત કરવામાં આવી છે. સંભવિત છે કે આગામી કેટલાક દિવસોમાં યોજાનારી આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલમાં આની પુષ્ટિ થઈ જશે.

આ પહેલા બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યું હતું કે બોર્ડ યુએઈ એરલાઇન્સ અમીરાત અને ઇતિહાદના સંપર્કમાં છે. તેઓએ તેમના ઓગસ્ટ કાર્યક્રમ વિશે જાણકારી માંગી છે, કેમ કે ટીમો ઓગસ્ટના અંતમાં યુએઈ જવા રવાના થઈ શકે છે.

અધિકારીએ કહ્યું કે, બીસીસીઆઈની સંબંધિત ટીમે યુએઈમાં અમીરાત, ઇતિહાદ જેવી એયરલાઈન કંપનીઓનો સંપર્ક કર્યો છે અને પૂછ્યું છે કે તેઓ કેવી રીતે એરલાઇન શરૂ કરવા વિશે વિચારી રહ્યા છે અને શું તેઓ ભારતના દિલ્હી, મુંબઇ, કોલકાતા જેવા શહેરોમાંથી એરલાઇન શરૂ કરવાનું વિચારી રહ્યા છીએ.

આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલના અધ્યક્ષ બ્રુજેશ પટેલે પણ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે આ વખતે આઈપીએલ યુએઈમાં યોજાશે. ભારતમાં કોરોના વાયરસના વધતા જતા કેસોને કારણે આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે. વધુમાં જણાવ્યું હતું કે, આઈપીએલની ગવર્નિંગ કાઉન્સિલ આવતા સપ્તાહે આ મુદ્દે બેઠક કરશે. આમાં, શેડ્યુલ અને અન્ય મહત્વપૂર્ણ બાબતો પર નિર્ણય લઈ શકાય છે.

(દેવાંશી)