Site icon Revoi.in

ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિધાર્થીઓને કાલે ગુરૂવારે મળશે માર્કશીટ

Social Share

ગાંધીનગરઃ ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિધાર્થીઓની માર્કશીટ 12મી ઓગસ્ટે શાળાઓને આપવામાં આવશે અને ત્યારબાદ તે વિધાર્થીઓને સોંપાશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ 11 ઓગસ્ટના રોજ રાજ્યભરના જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીઓને માર્કશીટનું વિતરણ કરશે તેમ GSHSEBના સૂત્રોએ જણાવ્યું હતું. ડીઈઓ  કચેરીઓ બાદમાં જે તે શાળાઓમાં મોકલશે. રાજ્યની મોટાભાગની શાળાઓને 12 ઓગસ્ટના દિવસે જ માર્કશીટ અને સર્ટિફિકેટ મળી જશે.

કોરોનાને કારણે આ વર્ષે  ધો. 12 સામાન્ય પ્રવાહની પણ પરીક્ષા રદ કરાયા બાદ, રાજ્યના શિક્ષણ વિભાગે વિધાર્થીઓના પ્રદર્શનનું મૂલ્યાંકન કરવા માટે કેટલાક માપદડં તૈયાર કર્યા હતા. આ વર્ષે શાળાઓના તમામ રેગ્યુલર વિધાર્થીઓને માસ પ્રમોશન આપવાના સરકારના નિર્ણયને અનુરૂપ એક પણ વિધાર્થી નપાસ થયો નથી.  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે હાલમાં જ ધોરણ 12ના સામાન્ય પ્રવાહના વિધાર્થીઓ માટે રિઝલ્ટ જાહેર કયુ હતું, જેમાં 4,00,127  વિધાર્થીઓ પાસ થયા હતા. બોર્ડે આ વર્ષે માસ પ્રમોશનના કારણે 100 ટકા પરિણામ જાહેર કયુ હોવા છતાં, 90 ટકાથી વધુ ગુણ મેળવનારા વિધાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે.

ધોરણ–12માં સામાન્ય પ્રવાહના કુલ  4,00,127  વિધાર્થીઓમાંથી સી 1 ગ્રેડમાં 1,29,781  વિધાર્થીઓ પાસ થયા છે. આ પછી સી૨ ગ્રેડમાં  1,08,299  વિધાર્થીઓ પાસ થયા છે. એ-1 ગ્રેડમાં 691, એ૨ ગ્રેડમાં 9,455 ગ્રેડ બી 1માં 35.288 ત્યારે ગ્રેડ બી -2માં  82,010  વિધાર્થીઓ પાસ થયા છે. સૌથી વધુ ગ્રેડ સી -1 અને સી-2માં વિધાર્થીઓ પાસ થયા છે. જ્યારે ગ્રેડ ડીમાં  28,690  વિધાર્થીઓ અને ઈ-1માં 5,885  અને ઈ-2માં 28 વિધાર્થીઓને પાસ કરવામાં આવ્યા છે

Exit mobile version