Site icon Revoi.in

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ટ્વિટર એકાઉન્ટ પર માહિતી આપીને પોતાના કરોડો ગ્રાહકોને કર્યા એલર્ટ – જાણો શું છે કારણ

Social Share

દિલ્હી – જેમ જેમ ટેકનોલોજજી વધી રહી છે તેમ તેમ તોના ફાયદાની સાથે નુકશાન પણ વધી રહ્યું છે, ખોટા મેસેજ આવવા, બેંકમાંથી પૈસાની ઉઠાંતરી થવી વગેરે ઘટનાઓ પ્રકાશમાં આવતી રહેતી હોય છે, ત્યારે હવે દેશની સૌથી મોટી સરકારી બેંકે આ મામલે પોતાના કરોડો ગ્રાકોને ચેતવ્યા છે.

એસબીઆઈ એ પોતોના 44 કરોડ જેટલા ગ્રાહકોને ચેતવણી આપી છે ,પોતાના ટ્વિટર હેન્ડલ પર ગ્રાહકોને સતર્ક કરતા માહિતી જારી કરી છે, આ ટ્વિટમાં બેંકએ કહ્યું છે કે, જો તમને યુપીઆઈ દ્વારા એકાઉન્ટમાંથી પૈસા ડેબિટ થવાના કોઈ પણ એસએમએસ એલર્ટ મળે છે, જે તમે કર્યુ નથી. તો ચેતી જજો,સૂચનાનું પાલન કરો અને સતર્ક રહો…તેમ એસબીઆઈ દ્રારા તેમના ગ્રાહકોને જાણ કરાઈ હતી.

બેંક દ્રારાલ કહેવામાં આવ્યું છે કે, જો કોઈ પણ પ્રકારનું યુપીઆઈ ટ્રાન્ઝેક્શન તમારા થકી કરવામાં આવ્યું નથી અને તમને પૈસાના ડેબિટિંગ માટે એસએમએસ મળે છે, તો તરત જ પહેલા યુપીઆઈ સેવા બંધ કરો. યુપીઆઈ સેવા બંધ થવા બાબતે બેંકે માહિતી આપી છે. બેંકે યુપીઆઈ સેવા બંધ કરવા ટીપ્સ આપી છે. ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર 1800111109પર ફોન કરીને ગ્રાહકો યુપીઆઈ સેવા બંધ કરી શકે છે, ઉલ્લેખનીય છે કે ઓનલાીન બેંકિંગ અને ફઓનબેકિંગથી થતા છેતરપિંડીના કેસને ધ્યાનમાં લઈને બેંકે ચેતવણી આપી છે.

સાહિન-