Site icon Revoi.in

રાજ્યના ટુર-ટ્રાવેલ્સ ઓપરેટરોને બાકી સર્વિસ ટેક્સ અંગે નોટિસ ફટકારાતા ફફડાટ

Social Share

અમદાવાદ: રાજ્યમાં કોરોનાને કારણે સૌથી વધુ ટુર્સ એન્ડ ટ્રાવેલર્સને વેઠવું પડ્યુ છે. કોરોનાને લીધે ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ બિઝનેસ ઠપ્પ થઈ ગયો છે. ઘણા વેપારીઓએ પોતાનો બિઝનેસ સંકેલી લેવાની તૈયારીઓ કરી છે. તેવામાં GST ડિપાર્ટમેન્ટ દ્વારા બાકી નિકળતાં સર્વીસ ટેક્સની રિકવરી કાઢી છે. જે મામલે વેપારીઓને નોટિસો ઇસ્યુ થતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. વેપારીઓનો દાવો છે કે, અમદાવાદમાં 2 હજારથી વધુ અને ગુજરાતભરમાં 5 હજારથી વધુ વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી છે.

રાજ્યમાં કોરોનાના કારણે દોઢ વર્ષથી ટુર ટ્રાવેલ્સના માલિકોનો ધંધો રોજગાર બંધ છે તેવામાં GST વિભાગે વર્ષ 2014થી બાકી નીકળતા સર્વિસ ટેક્સ મામલે નોટિસ ફટકારી છે. અમદાવાદના 2 હજાર અને ગુજરાતના 5 હજારથી વધુ વેપારીઓને 1-2 લાખથી માંડીને 25થી 30 લાખની રિકવરી નોટિસ ઇસ્યુ કરવામાં આવતા ટુર ટ્રાવેલ્સ ઓપરેટર મુંઝાયા છે. અખિલ ગુજરાત ટુરિસ્ટ વ્હિકલ ઓપરેશન ફેડરેશનના સૂત્રોએ જણાવ્યું હતું. કે, ટ્રાવેલ્સમાં 10 લાખથી વધુ ટર્ન ઓવર થાય તો સર્વિસ ટેક્સ લાગે છે. 10 લાખ સુધીના ટર્ન ઓવરમાં કોઈ સર્વિસ ટેક્સ નથી.

બીજું કે ટ્રાવેલ્સ બિઝનેસ 60 ટકા છૂટછાટ આપવામાં આવી છે. નોન એસી બસોમાં પણ સર્વિસ ટેક્સ હતો નહિ. ટ્રાવેલ રિલેટેડ જે લોકો બિઝનેસ કરે છે તે લોકોને 10 લાખ સુધીના ટર્ન ઓવરમાં સર્વિસ ટેક્સમાં માફી હતી. આ ઉધોગમાં નોન એસી બસો જે સ્ટેટ કેરેજ સર્વિસમાં ફરતી હતી તેના પર કોઈ સર્વિસ ચાર્જ ન હતો. આવામાં GST એ 2014-15માં ઇન્કમટેક્સમાં 10 લાખથી વધુ જેનું ટર્ન ઓવર હતું તેવા તમામને નોટિસ ઇસ્યુ કરી દીધી છે તે સમયે નોટિસ ઇસ્યુ કરવામાં તેઓએ ધ્યાન આપવું જોઈતુ હતું કે, જે નોન એસી બસ સ્ટેટ કેરેજમાં દોડે છે તેઓને નોટિસ ન મોકલવી જોઈએ. જેઓનું ટર્ન ઓવર કર્યું છે તેમ 60 ટકા જે છૂટછાટ આપવામાં આવતી હોય છે તે ધ્યાને લેવી જોઈતી હતી. આ વિગતો ધ્યાને લીધા વગર તેઓએ 15 લાખ, 20 લાખ, 30 લાખ, 50 લાખ સુધીની રિકવરી નોટિસો ઇસ્યુ કરી દીધી છે. નોટિસ ઇસ્યુ કરે તેનો વાંધો નથી પણ જેની ખરેખર ભૂલ છે ટેક્સ ભરવામાં તેને નોટિસ આપો. બધાને નોટિસ મોકલવી ન જોઈએ. આ લોકોએ વકીલોને, ટ્રાવેલ રિલેટેડ જે પણ સેકટર આવે છે હોટલ બુકિંગ, ટ્રાવેલ્સ, બસ વાળા, કારવાળા, ટુર પેકેજ વાળા તેઓને નોટિસ ઇસ્યુ કરી દીધી છે.