Site icon Revoi.in

રાજ્યભરમાં ઠંડીનો ચમકારોઃ અમદાવાદ શહેરમાં 8.6 ડિગ્રી સાથે કડકડતી ઠંડીનો થઈ રહ્યો છે અનુભવ

Social Share

 

અમદાવાદ- દેશના ઉત્તરી રાજ્યમાં બરફવર્ષાની અસર દેશના અનેક પ્રદેશો પર પડતી જોવા મળી રહી છે, છેલ્લા ઘણા દિવસોથી ઠંડીનું જોર ચાલી રહ્યું છે ત્યારે આજે રાજ્યમાં ભારે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. જો અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો અહીંનું તાપમાન 8.6 ડિગ્રી નીચે જતા લોકો ઠંડીમાં થ્રીજી ઉઠ્યા હતા.તો આગામી કેટલાક દિવસો સુધી ઠંડીનો ચમકારો જોવા મળે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજૂં ફળી વળ્યું છે એમ કહીએ તો ખોટૂ નથી, રાજ્યમાં જૂદા જૂદા 9 શહેરમાં 10 ડિગ્રીથી નીચું સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું છે જેને લઈને અનુમાન લગાવની શકાય કે ઠંડીનું જોર કેટલી હદે વધ્યું છે.

રાજ્યના સૌથી ઠંડા શહેર તરીકે જાણીતું નલિયા 4.8 ડિગ્રી સાથે ઠંડુંગાર રહ્યું છે જ્યારે ગાંધીનગરમાં 5.5 ડિગ્રીએ લઘુતમ તાપમાનનો પારો રહ્યો છે.  હજી પણ હવામાન વિભાગે વધુ ઠંડી આગામી દિવસો સુધી રહેશે તેવી આગાહી કરી છે.

આ સાથે જ રાજ્યના શહેરો અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, ભાવનગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ,કચ્છમાં આગામી 2-3 દિવસ સુધી ભારે ઠંડીની શક્યતાઓ હવામાન વિભાગ દર્શાવામાં આવી છે.

આ સાથે જ આગામી 2 3 દિવસ સુધી કોલ્ડવેવ યથાવત રહેશે. આવા શહેરોમાં ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવી છે. આગામી ૩ દિવસ બાદ સરેરાશ લઘુતમ તાપમાન ૨-૩ ડિગ્રી સુધી ઘટતાં ઠંડીમાં ઘટાડો થવાની સંભાવના છે.

 

Exit mobile version