ઘણા લોકો નાસ્તામાં માત્ર ચા પીવે છે, પરંતુ એકલી ચા પીવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. એવામાં તમે દિવસની શરૂઆત હેલ્ધી બ્રેકફાસ્ટથી કરી શકો છો.તમે સવારે પીનટ બનાના સ્મૂધી બનાવીને પી શકો છો.આમાં ડ્રાયફ્રૂટ્સ અને નટ્સનો ઉપયોગ કરવામાં આવે છે જે તમને દિવસભર સ્વસ્થ રાખશે.તો ચાલો જાણીએ તેને બનાવવાની રેસિપી વિશે…
સામગ્રી
મગફળી – 1/4 કપ
સૂર્યમુખી અને ચિયા બીજ – 2 ચમચી
કિસમિસ – 1 ચમચી
બદામ – 2 કપ
કેળા – 3
તજ પાવડર – 1/8 ચમચી
સ્વીટનર – 2 ચમચી
પાણી – 1 કપ
બનાવવાની રીત
1. સૌ પ્રથમ મગફળી, સૂર્યમુખી અને ચિયાના બીજ, કિસમિસ, બદામને આખી રાત પલાળી રાખો.
2. આ પછી બીજા દિવસે આ બધી વસ્તુઓને ધોઈ લો.આ પછી બદામને છોલી લો.
3. બધી સામગ્રીને મિક્સરમાં નાખો.હવે તેમાં કેળા, તજ પાવડર ઉમેરો.
4. બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરો અને પછી તેમાં સ્વીટનર ઉમેરો.
5. મિશ્રણને બ્લેન્ડ કરો.તેને સારી રીતે મિક્સ કરી સર્વિંગ ગ્લાસમાં કાઢી લો.
6. તમારી ટેસ્ટી પીનટ બનાના સ્મૂધી તૈયાર છે.ગ્લાસમાં નાખી સર્વ કરો.