Site icon Revoi.in

ધો-10ના વિદ્યાર્થીએ ઉત્તરવહીમાં લખ્યું કે, ‘પુષ્પા… પુષ્પારાજ.. અપુન લિખેગા નહીં…’

Social Share

નવી દિલ્હીઃ અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પાનો ઉત્સાહ હજુ લોકોના મનમાંથી ખતમ થયો નથી. આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારથી જ તેના ગીતો અને સંવાદોએ લોકોના દિલોદિમાગ પર એવો જાદુ ચલાવ્યો છે કે દરેક વ્યક્તિ ફિલ્મના ગીતો અને સંવાદો પર રીલ બનાવીને સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. લગ્ન હોય કે પાર્ટી, દરેક જગ્યાએ લોકો શ્રીવલ્લી ગીત પર ડાન્સ કરતા જોવા મળે છે. બીજી તરફ દેશના અનેક રાજ્યોમાં ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. દરમિયાન ધો-10ના એક વિદ્યાર્થીની ઉત્તરવહીનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઉત્તરવહીમાં વિદ્યાર્થીએ પુષ્પા ફિલ્મના પ્રસિદ્ધ ડાયલોગનો ઉલ્લેખ કરીને લખ્યું છે કે, પુષ્પા.. પુષ્પા રાજ… અપુન લિખેગા નહીં…

સોશિયલ મીડિયા પર ચાલી રહેલા અટકળો અનુસાર, આ મામલો પશ્ચિમ બંગાળનો છે. જો કે તેની નક્કર માહિતી મળી શકી નથી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આન્સરશીટના ફોટામાં મોટા અક્ષરોમાં લખેલું છે- પુષ્પા, પુષ્પા રાજ… અપુન લિખેગા નહીં.. ધો-10ના વિદ્યાર્થીએ ઉત્તરવહીમાં કરેલી આ હરકતથી બધા ચોંકી ઉઠ્યાં છે. તેમજ સોશિયલ મીડિયા ઉપર હાલ પોતોના અભિપ્રાય પણ આપી રહ્યાં છે. હાલ સોશિયલ મીડિયા ઉપર ફિલ્મ પુષ્પા અને ફિલ્મના અભિનેતા અલ્લુ અર્જુનને લઈને અનેક વીડિયો અને ફોટા વાયરલ થઈ રહ્યાં છે. દરમિયાન ધો-10ના વિદ્યાર્થીની બોર્ડની પરીક્ષાની ઉત્તરવહી સામે આવી છે. હિન્દી સહિત વિવિધ ભાષમાં રિલીઝ થયેલી ફિલ્મ પુષ્પા લોકોને ખુબ પસંદ આવી હતી. તેમજ બોક્સ ઉપર પણ ફિલ્મે કરોડોની કમાઈ કરી હતી.

Exit mobile version