Site icon Revoi.in

આત્મ નિર્ભર ભારતની સફળતા – શસ્ત્રોની આયાતમાં 33 ટકા ઘટાડો નોંધાયો

Social Share

દિલ્હી – ભારતમાં 2011 – 15 અને વર્ષ 2016-20ના સમયગાળા દરમિયાન વિદેશથી મંગાવવામાં આવતા શસ્ત્રોમાં 33 ટકાનો ઘટાડો થયો છે.ખાસ કરીને રશિયા અને અમેરિકા પાસલેથી મંગાવવામાં આવતા શસ્ત્રોમાં હવે નોંધપાત્ર ઘટાડો જોઈ શકાય છે,દેશમાં આત્મ નિર્ભર ભારત અભિયાન હેઠળ ઘરેલું રક્ષા ઉત્પાદનને પ્રોત્સાહન આપતા આત્મ નિર્ભર ભારતની સફળતા જોવા મળી છે.

સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના એક રિપોર્ટ પ્રમાણે છેલ્લા પાંચ વર્ષમાં ભારતની રશિયા પાસેથી શસ્ત્રોની ખરીદી ઘટી છે, જોકે શસ્ત્રોની આયાતમાં લગભગ  53 ટકાનો ઘટાડો થયો છે. ભારત હવે રશિયા પાસેથી પહેલા 70 ટકાના સ્થાને હવે માત્ર 49 ટકા શસ્ત્રો ખરીદી રહ્યું છે.

ત્યારે શસ્ત્રોના મામલે ભારતે અમેરિકાને પણ મોટો આંચકો આપ્યો છે. યુનાઇટેડ સ્ટેટ્સ઼ ભારતમાં બીજો સૌથી મોટો શસ્ત્ર નિકાસકાર દેશ હતો, પરંતુ યુએસ, 2016-૨૦ દરમિયાન ચોથા સ્થાને પહોંચી ગયો છે.અમેરિકાથી ખરીદી કરવામાં આવતા શસ્ત્રોમાં 46 ટકા ઘટાડો નોંધાયો છે.

રાજ્યસભામાં એક સવાલના જવાબમાં સંરક્ષણ રાજ્યમંત્રી શ્રીપદ નાયકે કહ્યું કે, ડિસેમ્બર વર્ષ 2018-19થી 2020-21 સુધીમાં રૂ. 1.99 લાખ કરોડની 112 દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી છે. આ અંતર્ગત વિવિધ કેટેગરીમાં પૂંજીગત ખરીદી કરવી પડશે, જેથી ઘરેલું સંરક્ષણ ઉત્પાદનને પ્રોત્સાહન મળી શકે. કેન્દ્ર સરકારે સ્થાનિક સંરક્ષણ ઉત્પાદન માટે 2025 સુધીમાં રૂ. 1.75 લાખ કરોડનું ટર્નઓવર લક્ષ્યાંક નક્કી કર્યું છે.

સાહિન-