Site icon Revoi.in

લેગિંગ્સની સાથે આવા ફુટવેર આપની સ્ટાઈલમાં કરશે વધારો 

Social Share

આજકાલ લેગિંગ્સને યુવતીઓ સૌથી વધારે કરે છે. લેગિંગ્સ શર્ટની સાથે, ટોપ સાથે, કર્તી સાથે પણ યુવતીઓ પહેરે છે. આપ લેગિંગ્સને ઈન્ડિયન ડ્રેસની માફક તથા વેસ્ર્ટન ડ્રેસની જેમ પહેરો તો પણ સરસ લાગે છે. જ્યારે ફુટવેરની વાત કરીએ તો યુવતીઓ લેગિંગ્સ સાથે ક્યાં ફુટવેર પહેરવા તેને લઈને મુઝવણમાં અનુભવે છે. આજે આપણે જાણીશું કે લેગિંગ્સ સાથૉ કેવા ફુટવેર સારા લાગશે.

• વેજેસ ફુટવેર
આપ લેગિંગ્સની સાથે ઈન્ડિયન ડ્રેસ પહેરતા હોય ત્યારે વેજેસ ફુટવેર પહેરી શકો છે. સૌથી સારી વાત એ છે કે, આપ બ્લેક વેજ લો છો તો આ કન્ફર્ટેબલ ફુટવેરની સાથે તમામ ડ્રેસ શૂટ થાય છે.. કેજુઅલી વેજેસ આપની લેગિંગ્સની સાથે પહેરી શકો છે. શોર્ટ કુર્તી, લોન્ગ કુર્તી તથા શર્ટ સાથે પણ સારા લાગશે.
ટિપ્સ- વેજેસને તમે બ્લેક અને બ્રાઉન રંગના ખરીદો તો તમામ પ્રકારના કપડાં સાથે સારા લાગશે. તેમજ લાંબો સમય ચાલશે.

• સ્નીકર્સ
જો આપ લેગિંગ્સને વેસ્ટર્ન આઉટફિટ સાથે મેચ કરવા માંગો છો તો લોન્ગ શર્ટ, ટી-શર્ટ તથા ટોપની સાથે આપ કન્ફર્ટેબલ વોકિંગ શૂટ ટ્રાઈ કરી શકો છે. આ અલગ-અલગ કલર અને કંફર્ટ અનુસાર મળે છે. જેથી આપ આપની પસંદના સ્નીકર્સ ખરીદી શકો છો. તમે વર્કઆઉટ માટે લેગિંગ્સ લઈ રહ્યાં છો તો તેમાં સ્નીકર્સ જ સૌથી સારા લાગશે. ખાસ કરીને વર્કઆઉટ વાળા આઉટફિટમાં લેગિંગ્સ સાથે આ જ જૂતા જામે છે.
ટિપ્સઃ સફેદ સ્નીકર્સ હંમેશા તમામ રંગ સાથે સારા લાગે છે. જો આપ લેગિંગ્સની સાથે મોટા ભાગે લોન્ગ શર્ટ પહેરો છો સફેદ અથવા ફિર ન્યૂડ બેસ કલરવાળા સ્નીકર્સ પસંદ કરવા જોઈએ.

• સેન્ડલ
લેગિંગ્સની સાથે તમે વેસ્ટર્ન તથા ઈન્ડિયન આઉટ ફિટ પહેરો, પરંતુ તેની સાથે બ્લેક હીલવાળા સેન્ડલ સૌથી વધારે સુંદર લાગે છે. તમે કોઈ પાર્ટીમાં જઈ રહ્યાં છો તો પાર્ટી આઉટફિટની સાથે લેગિંગ્સની પેયર કરો છો તો બ્લેક હિટ સૌથી વધારે સારા લાગશે. આવી હિલ કન્ફર્ટેબલ હોવાની સાથે તમે વેસ્ટર્ન આઉટફિટ સાથે પણ પહેરી શકો છો.
ટિપ્સઃ સેન્ડલની હીલ પસંદ કરતી સમયે હંમેશા પોતાના કન્ફર્ટને ધ્યાનમાં રાખવું જોઈએ, કેટલાકી વાર કંફર્ટેબલ હીલ ન હોય તો સમસ્યા ઉભી થાય છે.

• લોફર
લોફર કંર્ટેબલ હોય છે તેમજ દરેક પ્રકારના આઉટફિટ સાથે આવે છે. તમને કોઈ બેસ્ટ લોફર ફુટવેરની ખરીદી કરી શકો છો. જેને લેગિંગ્સની સાથે વેસ્ટર્ન અને ઈન્ડિયન બંને રીતના લુકની સાથે પેયર કરી શકાય છે.
ટીપ્સઃ સૌથી વધારે અનુકુળ અને કંફર્ટેબલ લોફર ફુટવેર જ છે. તેમ તેને ડેનિલ લુકમાં ખરીદો છો તો ફિટ એન્ડ ફ્લેયર ડ્રેસ ઉપરાંત લેલિંગ્સ સાથે પણ સૌથી સારા લાગશે.