Site icon Revoi.in

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં FC મુખ્યાલય પર આત્મઘાતી હુમલો, 6 કર્મચારીઓનાં મોત

Social Share

પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતના નોકુંડી વિસ્તારના ચગાઈમાં સ્થિત ફ્રન્ટિયર કોર્પ્સ (FC) મુખ્યાલયના મુખ્ય દરવાજા પર આજે સવારે આત્મઘાતી હુમલો થયો હતો. સત્તાવાર સૂત્રોએ 6 સુરક્ષા કર્મચારીઓનાં મોતની પુષ્ટિ કરી છે. હુમલો સંભવિત રીતે બલુચિસ્તાન લિબરેશન ફ્રન્ટ (BLF) સાથે જોડાયેલી સાદઓ ઓપરેશનલ બટાલિયન (SOB દ્વારા કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

સુત્રોના જણાવ્યા અનુસાર વિસ્ફોટ એટલો ભારે હતો કે, મુખ્ય દરવાજો પૂર્ણ નષ્ટ થઈ ગયો હતો તેમજ આસપાસની દિવાલોને પણ ભારે નુકસાન થયું છે. SVBIED (Suicide Vehicle-Borne Improvised Explosive Device) દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. વિસ્ફોટ પછી તરત જ હથિયારબંધ આતંકીઓ FC મુખ્યાલયની અંદર ઘુસી ગયા, અને અંદર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભય અને તણાવનું વાતાવરણ છે. હુમલા બાદ સરકારે નજીકની તમામ હોસ્પિટલોમાં ઇમરજન્સી જાહેર કરી છે. ક્વેટાથી બે હેલિકોપ્ટરો મોકલવામાં આવ્યા છે જેથી સુરક્ષા દળોને મદદ મળી શકે. અત્યાર સુધી કોઈ પણ સંગઠને જવાબદારી સ્વીકારી નથી. તાજેતરના સમયમાં બલુચિસ્તાન લિબરેશન આર્મી (BLA)એ પાકિસ્તાની સુરક્ષા ઠેકાણાંને નિશાન બનાવવાના હુમલાઓ વધાર્યા છે.

 

 

Exit mobile version