Site icon Revoi.in

સમર સ્પેશિયલ કાચી કેરી કઢી, ટ્રાય કરો આ યુનિક રેસીપી

Social Share

રેસીપી, 05 મે 2026: ઉનાળા (summer) ની કાળઝાળ ગરમીમાં જો કંઈક ઠંડું અને ચટાકેદાર પીવાનું મન થાય, તો આ કાચી કેરીની કઢી (Raw Mango Kadhi) બેસ્ટ ઓપ્શન છે. સામાન્ય રીતે આપણે દહીંની કઢી પીતા હોઈએ છીએ, પણ આ રેસીપીમાં કાચી કેરીની ખટાશ અને તાજા નાળિયેરની મીઠાશનો અદભૂત સંગમ છે.

કાચી કેરીની કઢી માત્ર 10 મિનિટમાં તૈયાર થતું આ હેલ્ધી ડ્રિંક છે જે પાચન માટે પણ ઉત્તમ છે. અનોખી કઢી બનાવવા માત્ર આટલી સામગ્રીની જરૂર પડશે, ફટાફટ નોંધી લો કાચી કેરી કઢી રેસીપી

કાચી કેરી કઢી રેસીપી

સામગ્રી

1 કાચી કેરી
1 તાજું નાળિયેર (ઝીણું સમારેલું)
1 લીલું મરચું
1 લસણની કળી
1/2 ઇંચ આદુનો ટુકડો
તાજી કોથમીર
1 ચમચી જીરું
1 મોટી ચમચી ખાંડ (સ્વાદ મુજબ)
મીઠું (સ્વાદ મુજબ)
બરફના ટુકડા

કાચી કેરી કઢી બનાવાની રીત

સૌ પ્રથમ એક કાચી કેરીને પ્રેશર કુકરમાં 2 વ્હિસલ વાગે ત્યાં સુધી બાફી લો. ત્યારબાદ તેની છાલ કાઢી પલ્પ અલગ કરી લો. હવે મિક્સર જારમાં સમારેલું નાળિયેર, કાચી કેરીનો પલ્પ, લીલું મરચું, આદુ, લસણ, કોથમીર, જીરું, મીઠું અને ખાંડ ઉમેરો.

થોડું પાણી ઉમેરીને આ મિશ્રણને એકદમ ઝીણું પીસી લો. ત્યારબાદ એક પાતળા સુતરાઉ કપડાની મદદથી આ મિશ્રણને બે વાર ગાળી લો જેથી તેમાંથી નાળિયેરનું ઘટ્ટ અને સ્મૂધ દૂધ નીકળી જાય.

તૈયાર થયેલી આ કઢીમાં બરફના ટુકડા અને ઉપરથી થોડી તાજી કોથમીર ઉમેરો, તમારી ઠંડી-મીઠી અને ચટાકેદાર કાચી કેરીની કઢી સર્વ કરો.

Exit mobile version