Site icon Revoi.in

સુનિલ દત્તે 20 ફિલ્મોમાં ડાકુ અને એન્ટી-હિરોનો રોલ કર્યો

Social Share

મુંબઈઃ બોલીવુડ એક્ટર સુનીલ દત્તએ અનેક હિન્દી ફિલ્મોમાં પોતાના અભિનયથી દર્શકોના દીલ જીતી લીધા હતા. અભિનેતાએ રોમેન્ટીક ફિલ્મોમાં વધારે અભિનય કર્યો છે. તેમજ તેમણે કેટલીક ફિલ્મમાં કાબુનો રોલ પ્લે કર્યો હતો. ડાકુના રોલમાં પણ તેમને પ્રશંસકોની વાહ-વાહી લૂંટી હતી. આજે અભિનેતા સુનિલ દત્તની પુણ્યતિથિ છે.

સુનિલ દત્તે બોલીવુડમાં પોતાના કેરિયરની શરૂઆત વર્ષ 1955માં રેલવે પ્લેટફોર્મ ફિલ્મથી કરી હતી. મધર ઈન્ડિયા અને સાધના જેવી ફિલ્મોથી તેઓ જાણીતા બન્યાં હતા. વર્ષ 1963માં તેમણે જીને દો નામની ફિલ્મમાં કામ કર્યું હતું. આ ફિલ્મમાં તેઓ પહેલીવાર ડાકુના રોલમાં જોવા મળ્યાં હતા. સુનિલ દત્તે પોતાના કેરિયરની શરૂઆત કર્યાંના 7 વર્ષમાં ડાકુનો રોલ કર્યો હતો. આ સમયગાળામાં તેમણે લીડ એભિનેતા તરીકે પોતાને સ્થાપિત કરી લીધા હતા. આ દરમિયાન તેમણે ડાકુનો રોલ કરવાનું નક્કી કર્યું હતું. ડાકુના રોલમાં પણ લોકોએ તેમને પસંદ કર્યાં હતા. આવી ફિલ્મમાં પહેલીવાર ડાકુઓના પોઈન્ટ ઓફ વ્યુહ દર્શાવવામાં આવ્યો હતો.

સુનિલ દત્તે પોતાના કેરિયરમાં લગભગ 20 ફિલ્મમાં ડાકુ અને એન્ટી હિરોનો રોલ કર્યો હતો. તેમણે રેશ્મા ઔર શેરા, મુઝે જીને દો, જાની દુશ્મન, બદલે કી આગ અને રાજ તિલક જેવી ફિલ્મોમાં ડાકુનો રોલમાં જોવા મળ્યાં હતા. અભિનેતાનું અસલી નામ બલરાજ દત્ત હતું. જો કે, ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં તે સમયે બલરાજ સહાની સ્ટાર હતા. જેથી નામને લઈને કોઈ કન્ફ્યુઝન ના થાય તે માટે તેમને પોતાનું નામ સુનિલ દત્ત રાખ્યું હતું. મધર ઈન્ડિયા ફિલ્મ બાદ તેમણે અભિનેત્રી નરગીસ સાથે લગ્ન કર્યાં હતા. તેઓ વર્ષ 2003માં છેલ્લીવાર મુન્નાભાઈ એમબીબીએસમાં જોવા મળ્યાં હતા. તા. 25મી મે 2005ના રોજ 75 વર્ષની ઉંમરે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.