- સોશિયલ મીડિયામાં અભિનેતાએ આપી જાણકારી
- સોશિયલ મીડિયા ઉપર દીકરીનો ફોટો કર્યો શેયર
- ફિલ્મમાં સમાંથા પણ નજરે પડશે
દિલ્હીઃ સાઉથના સ્ટાઈલિસ સ્ટાર અલ્લૂ અર્જુને પોતાના અભિનયથી લોકોના દિલ જીતી લીધા છે. અલ્લૂ અર્જુન તેલુગુ ફિલ્મ જગતના સુપર સ્ટાર છે અને તેમના ચાલકો માત્ર દક્ષિણ ભારતમાં જ નહીં સમગ્ર દેશમાં છે. સલમાન ખાને તાજેતરમાં જ સિટી માર સોન્ગ માટે અલ્લુ અર્જુનનો આભાર માન્યો હતો. હવે અલ્લૂ અર્જુનની દીકરી અલ્લૂ અરહા પણ એક્ટિંગમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. આ જાણકારી અલ્લુ અર્જૂને ખુદ સોશિયલ મીડિયા ઉપર આવી છે.
અલ્લૂ અર્જુને પોતાના ઈંસ્ટાગ્રામ ઉપર દીકરીની તસવીરની સાથે જોરદાર પોસ્ટ પણ લખી છે. તેમણે લખ્યું છે કે, અલ્લૂ પરિવાર માટે આ વાતની જાહેરાત કરવી ગર્વ સમાન છે. અલ્લૂ પરિવારની ચોથી પીઢી અલ્લૂ અરહા શકુંતલમ ફિલ્મની સાથે ડેબ્યુ કરવા જઈ રહી છે. ટીમને મારા તરફથી શુભકામનાઓ. આ ફિલ્મમાં અભિનેત્રી સમાંથા અક્કિનેની પણ નજર આવશે.
અલ્લૂ અર્જુનની સફળતાનું રાજ એક્શન, કોમેડી અને રોમાન્સથી ભરેલી ફિલ્મો છે. જેથી સમગ્ર દેશના દર્શકોને પોતાની તરફ ખેંચી લે છે. અલ્લુ અર્જુન વર્ષ 2003માં ફિલ્મ ગંગોત્રીથી ફિલ્મોમાં પ્રવેશ કર્યો હતો. તેમની અનેક ફિલ્મો હિટ, સુપરહિટ થઈ છે. તેમને નંદી એવોર્ડસ અને ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યાં છે. પ્રશંસકોને તેમની ફિલ્મ રિલીઝ થવાની આતુરતાથી રાહ જોતા હોય છે. અલ્લૂ અર્જુનની અપકમિંગ ફિલ્મ 13 ઓગસ્ટના રોજ પેન ઈન્ડિયા ઉપર રિલીઝ થશે.
(Photo-Social Media)