અમદાવાદઃ સુરતમાં કોર્પોરેશનની ચૂંટણી માટે સવારથી જ મતદારોની લાંબી લાઈનો મતદાન મથકો ઉપર જોવા મળી હતી. કેટલીક જગ્યાએ ઈવીએમ ખોટવાયાની ફરિયાદો ઉઠી હતી. દરમિયાન સુરતમાં ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે બબાલ થઈ હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે બબાલ થઈ હોવાનું જાણવા મળે છે. ટેબલ ખસેડવા જેવી નાની એવી બાબતે ભાજપના મહિલા કાર્યકર્તા અને આપના કાર્યકરો વચ્ચે જામી પડી હતી. સુરતમાં વોર્ડ નં.19માં ભાજપની મહિલા કાર્યકર અને આમ આદમી પાર્ટી કાર્યકર્તા વચ્ચે બબાલ થઈ હતી. ઉધના જીવન જ્યોત સોસાયટી પાસે લગાવેલ આપનું ટેબલ ઉઠાવવા માટે બબાલ થઈ હોવાનું જાણવા મળે છે.