Site icon Revoi.in

સુરેન્દ્રનગરઃ નાવડા બલ્ક પાઈપલાઈન યોજનાની કામગીરીનું કુંવરજીએ કર્યુ નિરીક્ષણ

Social Share

અમદાવાદઃ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના અણિયાણી ખાતે ઢાંકીથી નાવડા બલ્ક પાઇપલાઇન યોજનાના કામની પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ સ્થળ મુલાકાત લીધી હતી. મંત્રીએ પાઇપલાઇન યોજનાના કામની વિસ્તૃત જાણકારી મેળવી આ પાઇપલાઇન યોજનાનું કામ ઝડપથી પૂર્ણ થાય તે બાબતે ઉપસ્થિત અધિકારીઓને તાકીદ કરી હતી.

ઢાંકીથી નાવડા પાઇપલાઇન યોજનાનો લાભ ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, જુનાગઢ, રાજકોટ અને પોરબંદર જિલ્લાના 1880 ગામો તથા 56 શહેરોને મળશે. આ મુલાકાત દરમિયાન GWILના સિનિયર મેનેજર જે.કે.પટેલ, મેનેજર યુ.પી. ભાભોર, આસિસ્ટન્ટ મેનેજર એ. આર. ડોડીયા, WAPCOS ના ટીમ લીડર ચિંતન ચોકસી તેમજ L&T ના પ્રોજેક્ટ મેનેજર સંજય સહા ઉપસ્થિત રહ્યા હતા.