Site icon Revoi.in

કોરોનાના કેસમાં ફરી આવ્યો ઉછાળો – છેલ્લા 24 કલાકમાં 21,500 થી પણ વધુ કેસ નોંધાયા, સક્રિય કેસો હવે દોઢલાખ આસપાસ

Social Share

દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં વધઘટ સામે આવી રહી છે ત્યારે છેલ્લા ઘણા દિવસોથી તો કોરોનાના કેસો 15 હજારથી વધુ નોંધાઈ રહ્યા છે આવી સ્થિતિમાં ફરી એક વખત કોરોનાના કેસમાં ઉછાળો નોંધાયો છે.

જો છેલ્લા 24  કલાકની વાત કરવામાં આવે તો આ દરમિયાન દેશભરમાં કુપલ 21 હજાર 561 નવા કેસો સામે આવ્યા છે જેણે તંત્રની ચિંતા વધારી છે.આ સાથએ જ હવે સક્રિય કેસો પણ વધતા જોવા મળી રહ્યા છે.

જો દેશભરમાં . કુલ સક્રિય કેસની વાત કરીએ તો હવે તે 1 લાખ 48 હજાર 881  જોવા મળી રહ્યા છે.આ સાથએ જ દેશમાં રિકવરી રેટ 98.46 ટકા પર રહ્યો છે.

આ સાથે જ કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ વધુ છે  છેલ્લા 24 કલાકમાં 18 હજાર 294 લોકોએ કોરોનાને માત આપી છે અને કોરોનાથી સાજા થયા છે, જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,31,50,434 લોકો કોરોનાથી સાજા થયા છે. 

દેશમાં જો કોરોનાના દૈનિક સકારાત્મકતા દર વિશએ વાત કરીએ તો તે 4.25 ટકા જોવા મળી રહ્યો છે અને સાપ્તાહિક હકારાત્મકતા દર 4.51 ટકા પર અટક્યો છે.જો કે વિતેલા દિવસને બુધવારે કોરોનાના 20 હજાર 557 નવા કેસ નોંધાયા હતા. તેની સરખામણીમાં આજે વધુ 1 હજાર કેસ નોંધાયા છે.  છેલ્લા 24 કલાકમાં 29,12,855 રસીકરણ કરવામાં આવ્યું છે.