Site icon Revoi.in

ભારતમાં વ્યક્તિ દિઠ એક વર્ષે સરેરાશ 50 કિલો ખોરાકનો બગાડ, સર્વેમાં ખુલાસો

Social Share

દેશમાં જ્યા લોકોને બે ટંકનો પુરતો ખોરાક મળતો નથી ત્યા એક બાડજુ લોકો કેટલો ખોરાકનો બગાડ કરી રહ્યા છે, દેશના લોકો ભા દર વર્ષે વ્યકિતદીઠ 50 કિલો અનાજનો બગાડ કરતાં હોવાનો ચોંકાવનારો  ખપલાસો એક સર્વે રિપોર્ટમાં જારી કરવામાં આવ્યો છે.

આ મામલે યુનાઈટેડ નેશન એનવાયરમેન્ટ પ્રોગ્રામે 2021 નો ફૂડ વેસ્ટ ઈન્ડેકસ રજુ કર્યો હતો તેમાં વરપ્ષ  2019 માં વિશ્ર્વ સ્તરે 93.1 કરોડ ટન ખોરાક નો બગાડ થયો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. ઘર પરિવાર, વેપારી, રેસ્ટોરન્ટ તથા અન્ય ફૂડ સર્વીસમાં થતા બગાડને આ ગણતરીમાં આવરી લેવાયું છે,આમ કપલ 17 ટકા અનાજ વેસ્ટ થયાનો ખુલાસો થયો છે.

આ ખાદ્ય ખોરાકની જો વાત કરીએ તો અનાજ, તેલીંબીયા, શેરડી જેવી ચીજોનું ભારતમાં ખાસ ઉત્પાદન થાય છે તેનો સમાવેશ કરવામાં આવ્યો છે,રીપોર્ટમાં જણાવ્યા પ્રમાણે અનાજ-ખાદ્યચીજોનો સૌથી વધુ બગાડ ઘર-પરિવારમાં થાય છે. બીજા ક્રમે વેપારીઓ-ફૂડ સર્વીસીઝમાં તેનો બહગાડ કરતા હોય છે,વિશ્ર્વસ્તરે માથાદીઠ દર વર્ષે 121 કિલો ખાદ્યચીજોનો બગાડ થાય છે. તેમાંથી 74 કિલો ઘરમાંથી જ થતો હોય છે.

દક્ષિણ એશીયાનાં દેશોમાં ભારતમાં દર વર્ષે માથાદીઠ 50 કિલો અનાજ-ખાદ્યચીજો કે પછી ખોરાકનો બગાડ કરે છે,રીપોર્ટમાં 2019 માં 69 કરોડ લોકો ભુખમરાથી પીડીત હતા તેમ દર્શાવાયું છે.

સાહિન-