Site icon Revoi.in

નવા મુખ્યચૂંટણી કમિશનર તરીકે સુશીલચંદ્રની નિમણૂક કરાઈ – 13 એપ્રિલથી સંભાળશે પદભાર

Social Share

દિલ્હી – ચૂંટણી પંચના સૌથી વરિષ્ઠ કમિશનર એવા સુશીલ ચંદ્રની દેશના આગામી મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે પસંદગી કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ ચૂંટણી પંચના સૌથી વરિષ્ઠ કમિશનરને મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવાની પરંપરા હોય છે.

આ બાબતે તેમણે કહ્યું કે,સરકારે ચૂંટણી પંચના ઉચ્ચ પદ માટે સુશીલચંદ્રના નામ પર મ્હોર લાગવી છે. તેમને મુખ્ય ચૂંટણી કમિશનર બનાવવાનો આદેશ હવે કોઈપણ સમયે જારી કરવામાં આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે,ચંદ્રને સંસદીય ચૂંટણી પહેલા 14 ફેબ્રુઆરી, વર્ષ 2019 ના રોજ ચૂંટણી કમિશનર બનાવવામાં આવ્યા હતા. ત્યારે હવે આવતી કાલે એટલે કે 13 એપ્રિલના તેઓ આ માટેનો પદભાર સંભાળશે કારણ કે ,હાલના મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરા તે જ દિવસે નિવૃત્ત થઈ રહ્યા છે તેમના સ્થાને હવે સુનીશ ચંદ્ર જોવા મળશે . સુશીલચંદ્ર 14 મે, 2022 સુધી આ પદ સંભાળશે. તેઓ ચૂંટણી પંચમાં આવતા પહેલા સેન્ટ્રલ ડાયરેક્ટ ટેક્સ બોર્ડના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે

નવા મુખ્ય ચૂંટણી કમિશનરના નેતૃત્વમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુર વિધાનસભાની ચૂંટણીઓ આવતા વર્ષે દરમિયાન માર્ચ મહિનામાં યોજાશે. યુપી સિવાય ખાસ વિધાનસભાનો કાર્યકાળ માર્ચમાં સમાપ્ત થાય છે, જ્યારે યુપી વિધાનસભાની મુદત 14 મેના રોજ સમાપ્ત થઈ રહી છે.

સાહિન-