Site icon Revoi.in

હવે સ્વિત્ઝરલૅન્ડ કુત્રિમ જતુંનાશક દવાના ઉપયોગ લાવશે પ્રતિબંધઃ આમ કરનાર તે વિશ્વનો બીજો યુરોપનો પ્રથમ દેશ બનશે

Social Share

દિલ્હીઃ- ભારતનો પાડોશી દેશ ભૂતાને આ પહેલા કુત્રિમ જંતુનાશક દવાઓના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો ત્યારે હવે ભારત પછી સ્વિટ્ઝર્લન્ડ વિશ્વનો બીજો એવો દેશ બનવા જઈ રહ્યો છે કે જે કુત્રિમ જંતુનાશક દવાઓ પર પ્રતિબંધ મૂકશે,આ સાથે જ આમ કરનાર તે  યુરોપનો પ્રથમ દેશ બની શકે છે.જો કે હજી આ અંગેનો ચોક્કસ નિર્ણય 13 જૂને જનમત સંગ્રહમાં લેવામાં આવશે.

જો કે આ પહેલ દ્રારા અન્ય દેશોમાં પણ કૃત્રિમ જંતુનાશક દવાઓ પર પ્રતિબંધ મૂકવા માટે અનુકૂળ વાતાવરણ બનાવવામાં મદદ મળશે. સ્વિત્ઝરલૅન્ડન્ડની સૌથી મોટી એગ્રો કેમિકલ કંપની સિંજેન્ટા અને જર્મનીની બેયર અને બીએએસએફ મોટા પાયે કૃત્રિમ જંતુનાશકોનું ઉત્પાદન કરી રહી છે.જો આ નિર્ણય લેવાશે તો આ પ્રકારની દવાઓનું ઉકત્પાદન કરતી કંપનીઓને મોટો ફટકો પડી શકે તેવી સંભાવનાો સેવાઈ રહી છે.

કૃત્રિમ જંતુનાશક દવાઓના ઉપયોગ પર પ્રતિબંધની હિમાયત કરનારા સમર્થકોના જણાવ્યા પ્રમાણે, આ જંતુનાશક દવાઓ જ્યા આરોગ્ય માટે જોખમી છે તો તેનાથી  જૈવવિવિધતામાં પણ ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે હવે બીજી તરફ આ પ્રકારની દવાઓનું ઉત્પાદન કરતી કંપનીઓ દ્રારા દાવો કરવામાં આવ્યો છે કે તેઓ અનેક જૂદા જૂદા સ્તરે જંતુનાશકોનું પરીક્ષણ કરે છે, તેથી ડરનું કોઈ કારણ નથી, તેથી વિષેષ કે જો તેમનો ઉપયોગ બંધ કરવામાં આવે તો કૃષિ ઉત્પાદનમાં ઘટડો નોંધાઈ શકે છે.

સ્વિત્ઝરલૅન્ડમાં પીવાના પાણી અને ખોરાકની ગુણવત્તા સુધારવા અંગેના લોકમત આપવામાં આવશે. આ અંતર્ગત ખાદ્ય ચીજોમાં કૃત્રિમ જંતુનાશક દવાઓનો ઉપયોગ કરનારાઓને મળતી છૂટ પર પ્રતિબંધ મૂકવાની પણ જોગવાઈ  કરવામાં આવી છે. આ બંને મુદ્દે દેશભરમાં હાલ ખૂબ જ ચર્ચાઓ ચાલી રહી છે.