Site icon Revoi.in

તાજનગરી આગરા પ્રદુષણ મામલે રેડ ઝોનમાં -આબોહવા ઝેરીલી વિઝિબિલિટીઘટી, શ્વાસલેવું પણ મુશ્કેલ બન્યું

Social Share

લખનૌઃ- ઉત્તર પ્રદશનું શહેર આગરા હાલ પ્રદુષણ વચ્ચે  ઝઝુમતું જોવા મળી રહ્યું છે,  અહીંની આબોહવા દિવસેને દિવસે પ્રદુષિત બની રહી છે જેને લઈને સુંદર તાજમહેલ પ્રદુષિત ઘૂમાડાની વચ્ચે ઢંકાયેલો જોવા મળી રહ્યો છે,દિવાળી પર બગડેલી આગરાની હવા ભાઈબીજના દિવસે પણ ખૂબ જ ખતરનાક સ્તરે પહોંચી હતી.

વિતેલા દિવસને  શનિવારે  આગરા ઝેરી વાયુઓનું મથક રહ્યું હતું. ભારે પ્રદૂષણ અને ધુમ્મસના કારણે સવારથી સાંજ સુધી શહેર ઢંકાયેલું જોવા મળ્યું હતું, જેના કારણે અસ્થમાના દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે, સામાન્ય લોકોને  પણ ખરાબ હવાના કારણે  ગળામાં દુખાવો, ઉધરસ અને આંખોમાં બળતરા જેવી સમસ્યાઓ સર્જાય છે. દિવસભર આ સ્થિતિ યથાવત રહી હતી.

શહેરમાં જ્યાં ખોદકામ અને બાંધકામની પ્રવૃત્તિઓ ચાલી રહી છે ત્યાં પ્રદૂષણ રેકોર્ડ બ્રેકિંગ સ્થિતિમાં જોવા મળે  છે. હાઉસિંગ ડેવલપમેન્ટ વસાહતમાં ગટર, પાણી ખોદ્યા પછી રસ્તાઓનું નિર્માણ ન થવાને કારણે ફતેહાબાદ રોડ અને શાહજહાં પાર્કમાં મેટ્રો પ્રોજેક્ટના નિર્માણની ગતિવિધિઓ ચાલી રહી છે. જેના કારણે આવાસ વિકાસ કોલોની અને શાહજહાં પાર્કમાં પ્રદૂષણ 500ની સર્વોચ્ચ સપાટીને પાર કરી ગયું હતું.

ધુમ્મસ અને ભારે પ્રદૂષણના સંયોજનને કારણે શનિવારે વિઝિબિલિટી ખૂબ જ ઓછી રહી હતી. સવારે તાજમહેલ પરના રેડ સેન્ડ સ્ટોન પ્લેટફોર્મ પરથી પ્રવાસીઓ તાજમહેલ જોઈ શક્યા ન હતા. બપોરે સૂર્ય ઉગ્યા બાદ તાજને 300 મીટર દૂરથી જોઈ શકાતો હતો. ધુમ્મસના આવરણને કારણે સેન્ટ્રલ ટેન્કની સામે પહોંચ્યા પછી જ તાજમહેલ પ્રવાસીઓને દેખાતો હતો. સાંજે ચાર વાગ્યા પછી ફરી એ જ ઘટના બની.

વિતેલા દિવસે શહેરમાં પ્રદૂષણની સ્થિતિ એટલી ખતરનાક છે કે અત્યંત સૂક્ષ્મ રજકણોનું પ્રમાણ સામાન્ય કરતાં 8 ગણું વધારે રહ્યું છે, તો કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ પણ 29 ગણું વધારે નોંધાયું છે. પર્યાવરણ નિષ્ણાતોના મતે, જ્યારે પવન ફૂંકાય અથવા તાપમાન વધે ત્યારે જ એર ક્વોલિટી ઈન્ડેક્સમાં થોડી રાહત મળી શકે છે. ટ્રાફિક જામમાંથી છુટકારો મેળવવા, રસ્તાઓ પરની ધૂળ ઓછી કરવા માટે પાણીનો છંટકાવ કરવા તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે.