Site icon Revoi.in

પગની સુંદરતા માટે કેળાની છાલનો આ રીતે કરો ઉપયોગ, કોસ્મેટિક પ્રોડક્ટ્સ કરતા પણ વધારે ફાયદાકારક

Social Share

તમામ મહિલાઓ પોતાના પગની સુંદરતા માટે અનેક પ્રકારના પગલા લેતી હોય છે. ક્યારેક તો તેઓ કોસ્મેટિક્સ પ્રોડકટ્સનો પણ ઉપયોગ કરે છે અને તેના કારણે સ્કીનની સમસ્યાઓ સર્જાતી હોય છે. હવે તે મહિલાઓએ ચિંતા કરવાની જરૂર નથી. આ માટે મહિલાઓ કેળાની છાલનો ઉપયોગ કરી શકે છે.

કેળામાં આયર્ન વિપુલ પ્રમાણમાં જોવા મળે છે અને તેથી તેને એનિમિયાની સમસ્યામાં પણ રામબાણ ઈલાજ માનવામાં આવે છે. ઘણા બધા ફાયદાઓ સાથે કેળા સ્વાસ્થ્ય આપે છે, પરંતુ વાત એ પણ છે કે પગની સુંદરતા વધારવા માટે કેળાની છાલનો ઉપયોગ કરી શકો છો.

ઉલ્લેખનીય છે કે એડી તૂટેલી અને સૂકી હોય અને તેમાં પડેલી તિરાડોને કારણે કેટલીક વાર દુખાવો થતો હોય છે તો આ સમયે પગને નરમ અને સુંદર બનાવવા માટે કેળાનો ઉપયોગ કરી શકો છો. આ માટે, કેળા ખાધા પછી, છાલને કાળજીપૂર્વક રાખો. સૌથી પહેલા પગને સારી રીતે સાફ કરો જેથી કેળાની છાલમાં મળતા તત્વો શોષાય. આ પછી, પગના તળિયા પર કેળાની છાલ ઘસો. કેળાની છાલને ખાસ કરીને તિરાડવાળી જગ્યા પર ઘસો. 5 મિનિટ સુધી માલિશ કર્યા બાદ પગને હૂંફાળા પાણીથી ધોઈ લો. જો તલને છાલથી ઘસ્યા પછી પગને 10 મિનિટ સુધી બેકિંગ સોડા સાથે મિશ્રિત ગરમ પાણીમાં ડુબાડી રાખી શકો છો.

આ કરવાથી પગ પર જમા થયેલી ગંદકી સરળતાથી દૂર થશે. પગ ધોયા પછી, તેમને લોશન અથવા મોઇશ્ચરાઇઝર લગાવો. તેનાથી પગ સુંદર દેખાશે. પગને સ્વચ્છ રાખવા માટે પગ નિયમિતપણે ઢાંકવા જોઈએ. આ માટે મોજાં પહેરી શકો છો, જેથી પગ સ્વચ્છ અને નરમ રહેશે.

Exit mobile version