Site icon Revoi.in

અફઘાનિસ્તાનમાં તાલિબાનની ક્રૂરતા,યુએસની મદદ કરનાર 50૦ અધિકારીઓ-પૂર્વ સૈનિકોને કર્યા ગાયબ

Social Share

દિલ્હી: અફઘાનિસ્તાનમાં ગયા વર્ષે સત્તા પર પાછા ફર્યા ત્યારથી તાલિબાન અમેરિકનોને મદદ કરનારા સરકારી અધિકારીઓની શોધમાં છે. તાલિબાન તેના વચનની વિરુદ્ધ મહિનાઓથી આવા અધિકારીઓની તપાસ કરી રહ્યું છે. તાલિબાને તમામ સરકારી અધિકારીઓને માફ કરવાની વાત કરી હતી, પરંતુ હવે તે આવા લોકોની ધરપકડ કરી રહી છે અને તેમને સજા કરી રહી છે.

અહેવાલ મુજબ અત્યાર સુધીમાં 500 સરકારી અધિકારીઓ કાં તો માર્યા ગયા છે અથવા ગાયબ થયા છે.જો કે, તાલિબાને તેમના પર લાગેલા આરોપોને ફગાવી દીધા છે અને આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.

વાસ્તવમાં, તાલિબાન યુએસ અને નાટોને મદદ કરતા અફઘાન સૈનિકો અને સરકારી અધિકારીઓના ઠેકાઓ શોધવા માટે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે.એવો દાવો કરવામાં આવ્યો છે કે,અત્યાર સુધીમાં અમેરિકાને મદદ કરનારા 500 થી વધુ લોકો માર્યા ગયા છે અથવા બંધક બનાવવામાં આવ્યા છે.આ તમામ પર તાલિબાનના દુશ્મન અમેરિકાને મદદ કરવાનો આરોપ છે.