Site icon Revoi.in

અફઘાનિસ્તાનને લઈને જોબાઈડનું નિવેદનઃ સેનાને પરત બોલાવવાનો નિર્ણય યોગ્ય, અફઘાન સેનાએ લડ્યા વિના જ હથિયાર મૂક્યા

Social Share

દિલ્હીઃ- અમેરિકાના રાષ્ટ્રપતિ જોબાઈડને અફઘાનિસ્તાન પર આવી પડેલા સંકટ વચ્ચે દેશને સંબોધિત કર્યો હતો. તેમણે કહ્યું કે કેવી રીતે અમેરિકાએ 20 વર્ષ પહેલા અફઘાનિસ્તાનમાં અલ-કાયદા અને ઓસામા બિન લાદેનનો નાશ કર્યા હતો. તેમણે એવા સંજોગોનો ઉલ્લેખ કર્યો કે જેમાં અમેરિકી દળોને ત્યાંથી ખસી જવું પડ્યું અને તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કેવી રીતે નિયંત્રણ મેળવ્યું.

બાઈડને કહ્યું કે અફઘાનિસ્તાનમાંથી યુએસ સેનાને પાછા ખેંચવાનો નિર્ણય યોગ્ય જ છે. અફઘાન સૈન્ય અને નેતાઓએ તાલિબાન સામે લડ્યા વિના  જ શસ્ત્રો નાખી દીધા છે, અશરફ ગની સરકાર લડ્યા વગર દેશ છોડીને ભાગી ગયા. તેમણે કહ્યું કે અફઘાનિસ્તાનની સ્થિતિ ભયાનક છે, પરંતુ આ માટે અશરફ ગની જવાબદાર છે. તે ત્યાંની દુર્દશા માટે જવાબદાર છે અને વિશ્વએ તેને પ્રશ્નો પૂછવા જોઈએ.

જોબિડને કહ્યું કે અફઘાનિસ્તાનમાં અમેરિકી સૈન્યએ ઘણું જોખમ લીધું છે. હું હવે મારા સૈનિકોના જીવને જોખમમાં નહી મૂકી શકુ. અફઘાન સૈન્યને અત્યાધુનિક હથિયારો અને તાલીમ પૂરી પાડી, પરંતુ તેઓએ તેનો કોી ઉપયોગ ન કર્યો અને હથિયાન પડતા મૂકીને હાર માની લીધી.

મારી રાષ્ટ્રીય સુરક્ષા ટીમ અને મેં અફઘાનિસ્તાનની પરિસ્થિતિનુે નજીકથી જોઈ  છે. આને ધ્યાનમાં રાખીને, અમે અમારી યોજનાને અમલમાં મૂકવા માટે પગલાં લીધાં છે. અમે 20 વર્ષ પહેલા 11 સપ્ટેમ્બર, 2001 ના રોજ અમેરિકા પર હુમલો કરનારાઓને પાઠ ભણાવવાના સ્પષ્ટ લક્ષ્ય સાથે અફઘાનિસ્તાન ગયા હતા. તે જ સમયે, તે સુનિશ્ચિત કરવાનું હતું કે અલ કાયદા અફઘાનિસ્તાનની ભૂમિનો ઉપયોગ અમેરિકા પર ફરીથી હુમલો કરવા માટે ન કરી શકે, અને અમે તે કર્યું.