Site icon Revoi.in

ભારત અને ચીનના વિદેશમંત્રીઓ વચ્ચે થઈ વાતચીતઃ- વૈશ્વિક સપ્લાય લાઇન ખુલ્લી રાખવા સહમતિ દર્શાવી

Social Share

દિલ્હીઃ- લદ્દાખની સીમા પર છેલ્લા ઘણા સમયથી ભારત અને ચીવ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે, આ સીમા વિવાદ વચ્ચે શુક્રવારે ભારત અને ચીનના વિદેશ મંત્રીઓ વચ્ચે ફોન પર વાતચીત કરીને આ અંગે વાતાઘોટો કરવામાં આવી હતી. કોરોના મહામારી સામે લડવા માટે બંને નેતાઓ વચ્ચે સહકારની ચર્ચા થઈ હતી.

ભઆરકીય વિદેશ મંત્રી એસ જયશંકર અને ચીનમાં તેમના સમકક્ષ વાંગ યી વચ્ચેની વાટાઘાટ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે, બંને દેશો એ વાત પર સહમત જોવા મળ્યા છે કે,ભારતમાં કોરોનાના વર્તમાન પડકારનો સામનો કરીને તેને હરાવવાનો એકમાત્ર રસ્તો વૈશ્વિક સપ્લાય લાઇન ખુલ્લી રાખવાનો છે જેથી જરૂરી સામગ્રી અને લોજિસ્ટિક સપોર્ટ જળવાઈ રહે. વિદેશ મંત્રીઓ એ કોરોનાને સહિયારો દુશ્મન ગણાવ્યો હતો અને તેની સામે સંયુક્ત પ્રયાસો કરવાની જરૂર પર ભાર મૂક્યો હતો.

સુત્રો પાસેથી મળતી માહિતી પ્રામણે ચીને વિલંબ અને સરળતા વિના તેમના દેશમાંથી આવતા સાધનોની અવરજવરની ખાતરી આપી છે. આ વાતચીતમાંસીમાનો મુદ્દો પણ ઉઠ્યો હતો. આ પહેલા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પીએમ મોદીને મદદ માટે સંદેશ આપ્યો હતો. વિદેશ મંત્રી તરફથી કહેવામાં આવ્યું હતું કે, સેનાને પીછે હટ કરાવવાની કવાયત શરુ થી હતી જે હજી પુર નથી થઈ,સીમા પર શાંતિ અને સ્થિરતાની પુનઃસ્થાપના બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોની પ્રગતિ માટે મહત્વપૂર્ણ છે.બન્ને દેશના વિદેશ મંત્રીઓએ આ મુ્દા પર સત્તાવાર સ્તરે વાતચીત જારી રાખવા મુદ્રે સહમતિ દર્શાવી હતી

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક સંદેશ મોકલ્યો હતો ,જેમાં ભારતમાં કોરોના વાયરસની મહામારીની સ્થિતિને લઈને સંવેદના વ્યક્ત કરી, દેશમાં કોવિડ -19 વધતા કેસો સાથે કામ કરવા સમર્થન અને સહયોગની ઓફર કરી.

સાહિન-