Site icon Revoi.in

ચેન્નઈ એરપોર્ટનું નવું ટર્મિનલ તૈયાર,અહીં તમિલ સંસ્કૃતિ થશે પ્રતિબિંબિત – પીએમ મોદી કરશે તેનું ઉદ્ઘાટન

Social Share

દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીના અથાગ પ્રયત્નોથી દેશભરના એર્પોર્ટ અનેક સુવિધાથી સજ્જ બની રહ્યા છે ત્યારે ચેન્નઈ એરપોર્ટનું નવી ટર્મિનલ પણ બનીને તૈયાર થઈ ચૂક્યું છે જે અનેક સુવિધાઓથી સજજ છે.

આ ટર્મિનલની ખાસિયત એ છે છે ચેન્નાઈ એરપોર્ટનું નવું ટર્મિનલ બિલ્ડીંગ તમિલ સંસ્કૃતિને પ્રતિબિંબિત કરતી ભવ્ય ઇમારત છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કરવાના છે, જે રૂ. 1,260 કરોડના ખર્ચે બનેલ છે. એટલે કે એરપોર્ટમાં પ્રવેશતાની સાથે જ તમિલ સંસ્કૃતિના દર્શન કરી શકાશે.

બિલ્ડિંગ એરપોર્ટની પેસેન્જર ક્ષમતા દર વર્ષે 23 મિલિયનથી વધારીને 30 મિલિયન કરશે. પીએમ મોદીએ ટ્વિટર પર નવા ટર્મિનલના ફોટો પણ શેર કર્યા છે અને કહ્યું કે તે ચેન્નાઈના ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે મહત્વપૂર્ણ રહેશે. તેમણે ટ્વીટ કર્યું, “આનાથી કનેક્ટિવિટી વધશે અને સ્થાનિક અર્થતંત્રને પણ ફાયદો થશે.”

આ એરપોર્ટની વિષેષતાઓ ઘણી છેત્યારે આ બાબતે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ટ્વીટ પણ કર્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે 2,20,972 ચો.મી.ના વિસ્તારમાં ફેલાયેલ ચેન્નાઈ એરપોર્ટ પરનું નવું સંકલિત ટર્મિનલ બિલ્ડીંગ, તમિલનાડુ રાજ્યમાં વધતા હવાઈ ટ્રાફિકને પહોંચી વળવા માટે તૈયાર છે. આ ઉચ્ચ ગુણવત્તાની ઈન્ફ્રાસ્ટ્રક્ચર તે આપવા પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ પણ છે