Site icon Revoi.in

એલટીટીઈના વડા પ્રભાકરન જીવિત હોવાનો તમિલ નેતાએ કર્યો ચોંકાવનારો દાવો

Social Share

બેંગ્લોરઃ એલટીટીઇના વડા પ્રભાકરનને લઈને મોટો દાવો કરાયો છે. પ્રભાકરણ હાલ જીવિત હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તમિલનાડુના તંજાવુરમાં વર્લ્ડ કોન્ફેડરેશન ઓફ તમિલના પ્રમુખ પી નેદુમારને આ દાવો કર્યો હતો. વર્ષ 2009માં શ્રીલંકાની સેનાએ સૈન્ય ઓપરેશન શરૂ કર્યું હતું જેમાં પ્રભાકરન માર્યો ગયો હોવાનું સામે આવ્યું હતું.

દરમિયાન પી. નેદુમારને કહ્યું કે, તમિલ રાષ્ટ્રીય નેતા પ્રભાકરન જીવિત છે. પ્રભાકરનના પરિવારની સંમતિથી આ ખુલાસો કરી રહ્યો છે. નેદુમારને દાવો કર્યો હતો કે, એલટીટીઇ ચીફ જીવિત અને સ્વસ્થ છે. તે ટૂંક સમયમાં બહાર આવશે અને તમિલોના સારા જીવન માટે નવી યોજનાની જાહેરાત કરશે.

તંજાવુરમાં મુલ્લીવૈક્કલ મેમોરિયલ ખાતે નેદુમારને કહ્યું કે, આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ અને શ્રીલંકામાં રાજપક્ષેના શાસન સામે સિંહાલી લોકોના બળવાખોરને જોતા પ્રભાકરન માટે બહાર આવવાનો આ યોગ્ય સમય છે. આ સાથે નેદુમારને ઈલમ તમિલો (શ્રીલંકન તમિલો) અને વિશ્વભરના તમિલોને પ્રભાકરનને સંપૂર્ણ સમર્થન આપવા માટે એકજૂટ રહેવા અપીલ કરી હતી. તેમણે તમિલનાડુ સરકાર, પક્ષો અને તમિલનાડુના લોકોને પ્રભાકરનની સાથે ઊભા રહેવાનું આહ્વાન કર્યું હતું.

નેદુમારને જણાવ્યું હતું કે, તે પ્રભાકરનના પરિવારના સભ્યોના સંપર્કમાં છે, તેમણે પ્રભાકરન સ્વાસ્થય હોવાની માહિતી આપી હતી. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે, તેને આ માહિતી જાહેર કરવા માટે LTTE નેતા પાસેથી સંમતિ મળી છે.