Site icon Revoi.in

મહાત્મા ગાંધીના પૂર્વ અંગત સચિવ વી.કલ્યાણમનું 99 વર્ષની વયે નિધન

Social Share

દિલ્હીઃ- રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના પૂર્વ ખાનગી સચિવ વી. કલ્યાણમનું મંગળવારના રોજ 99 વર્ષની વયે નિધન થયું છે.તેમના નિધનને લઈને તેમની નાની પુત્રી નલિનીએ કહ્યું કે, કલ્યાણમનું મૃત્યુ વૃદ્ધાવસ્થાને લગતી  કેટલીક બિમારીને કારણે થયું હતું. કલ્યાણમ  વર્ષ 1943 માં બાપુના અંગત સચિવ બન્યા હતા અને 1948 માં તેમની હત્યાના સમય સુધીમાં તેઓ આ પદ પર કાર્યરત રહ્યા હતા.

તેઓ થાડો વખત પહેલા ચર્ચામાં પણ રહ્યા હતા કારણ કે,તાજેતરમાં થોડા સમય પહેલા કલ્યાણમે એક દાવો કર્યો હતો અને સમગ્ર દેશને ચોંકાવ્યો  હતો ,તેમણે કહ્યું હતું કે 73 વર્ષ પહેલાં જ્યારે મહાત્મા ગાંધીની હત્યા કરવામાં આવી હતી, ત્યારે તેમના અંતિમ શબ્દો ‘હે રામ’ નહતા. જો કે, પછીથી તેમણે એમ કહીને પોતાનો મુદ્દો સ્પષ્ટ કર્યો કે તેમની વાતનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે.

તેમણે કહ્યું હતું કે મેં ક્યારેય એવું નથી કહ્યું કે  એ મરતા વખતે હે રામ નહોતુ કહ્યું. તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું, મેં એમ કહ્યું હતું કે મેં તેમને હે રામ કહેતા સાંભળ્યા નથી. તેમણે પોતાની વાતને સ્પષ્ટ કરતા કહ્યું કે તેમના મોતના સમયે ત્યા ભીડ હોવાના કારણે હું તેમના આ શબ્દો સાંભળી શક્યો નહતો.