Site icon Revoi.in

તમિલનાડુ: પીએમ મોદી એમજીઆર મેડિકલ યુનિવર્સિટીના 33મા દિક્ષાંત સમારોહને સંબોધિત કરશે

Social Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે તમિલનાડુના એમજીઆર મેડિકલ યુનિવર્સિટીના 33 મા દિક્ષાંત સમારોહને સંબોધન કરશે. પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા જારી કરેલી અખબારી યાદીમાં જણાવાયું છે કે, દિક્ષાંત સમારોહમાં કુલ 17,591 ઉમેદવારોને ડિગ્રી અને ડિપ્લોમાથી સન્માનિત કરવામાં આવશે. આ પ્રસંગે તમિલનાડુના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત પણ ઉપસ્થિત રહેશે.

આ યુનિવર્સિટીનું નામ તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી ડો. એમ.જી. રામચંદ્રન પરથી રાખવામાં આવ્યું છે. તેમાં કુલ 686 સંલગ્ન સંસ્થાઓ છે, જેમાં ચિકિત્સા, દંત ચિકિત્સા, ફાર્મસી, નર્સિંગ, આયુષ, ફિઝીયોથેરાપી, વ્યવસાયિક ચિકિત્સા અને સંલગ્ન આરોગ્ય વિજ્ઞાનના વિષયોને આવરી લેવામાં આવ્યા છે.

આ સંસ્થાઓ તમિલનાડુ રાજ્યમાં નોંધપાત્ર મહત્વ ધરાવે છે, જેમાં 41 મેડિકલ કોલેજો, 19 ડેન્ટલ કોલેજો, 48 આયુષ કોલેજો, 199 નર્સિંગ કોલેજો, 81 ફાર્મસી કોલેજો અને બાકીના નિષ્ણાંત પોસ્ટ-ડોક્ટોરલ મેડિકલ અથવા અલાઇડ આરોગ્ય સંસ્થાઓનો સમાવેશ થાય છે.

-દેવાંશી