Site icon Revoi.in

કંગનાની ફિલ્મ થલાઇવીના તમિલ વર્ઝનને મળ્યું ‘U’ સર્ટીફીકેટ,અભિનેત્રીએ વ્યકત કરી ખુશી

Social Share

મુંબઈ : બોલિવુડ એક્ટ્રેસ કંગના રનોત ટૂંક સમયમાં થલાઇવી ફિલ્મમાં જોવા મળશે. તે તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાની બાયોપિક છે. અભિનેત્રીથી લઈને મુખ્યમંત્રી સુધીની તેમની સફર વિશે આ ફિલ્મમાં બતાવવામાં આવશે. હવે ફિલ્મ વિશે વધુ એક નવું અપડેટ સામે આવ્યું છે. આ ફિલ્મના તમિલ વર્ઝનને કોઈ કાપ વિના U સર્ટીફીકેટ આપવામાં આવ્યું છે. કંગનાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને ખુશી વ્યક્ત કરી છે.

કંગનાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ફિલ્મના પોસ્ટર શેર કરીને આ માહિતી આપી છે. કંગનાએ લખ્યું કે, થલાઇવીના તમિલ વર્ઝનને U સર્ટીફીકેટ મળી ગયું છે. જેનો અર્થ એ કે ક્વીન અને મણિકર્ણિકા બાદ મારી વધુ એક ફિલ્મને બાળકો પણ તેમના માતાપિતા અને દાદા-દાદી સાથે એન્જોય કરી શકશે.

થલાઇવીના તમિલ વર્ઝનને U સર્ટીફીકેટ મળ્યા બાદ મેકર્સે હિન્દી અને તેલુગુ વર્ઝનના સર્ટીફીકેટ માટે પણ અરજી કરી છે. આ ફિલ્મ અગાઉ 23 એપ્રિલે થિયેટરોમાં રિલીઝ થવાની હતી, પરંતુ કોરોનાની બીજી લહેરને કારણે થિયેટરો બંધ છે. હવે મેકર્સ આ ફિલ્મ ઓગસ્ટમાં સિનેમાઘરોમાં રજૂ કરવાની યોજના બનાવી રહ્યા છે.

વર્ક ફ્રન્ટ વિશેની વાત કરીએ તો કંગના રનોત થલાઇવી બાદ ધાકડ અને તેજસમાં જોવા મળશે. તે તેની આગામી ફિલ્મોની તૈયારીમાં વ્યસ્ત છે. કંગના પાસે હાલમાં ફિલ્મોની લાઇન છે.

Exit mobile version