Site icon Revoi.in

યુક્રેન તરફ ટેન્કો આગળ વધી રહી છે,રાષ્ટ્રપતિ પુતિને હુમલો કરવાના આદેશ આપ્યા – અમેરિકાએ કર્યો દાવો

Social Share

 

દિલ્હી- રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ઘણા સમયથી તણાવપૂર્મ માહોલ જોવા મળી રહ્યો છે આ સ્થિતિ વચ્ચે વારંવાર અમેરિકા તરફથી દાવો કરાઈ રહ્યો છે કે રશિયા યુક્રેન પર મોટો હુમલો કરવાની તૈયારી દર્શાવે છે.

ત્યારે યુક્રેન પર હુમલા બાબતે યુએસ ઇન્ટેલિજન્સ સૂત્રોએ ફરીથી હવે એવો દાવો કર્યો છે કે રશિયન ટેન્કો હાલ યુક્રેન તરફ આગળ વધી રહી છે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રશિયન દળોને યુક્રેન પર હુમલો કરવાનો આદેશ આપ્યો છે અને હવે હુમલાની સ્થિતિની છેલ્લી તૈયારીઓ ચાલી રહી છે.

હુમલાની યોજના ધડીને રશિયા મિસાઈલ અને હવાઈ હુમલા પહેલા સાયબર હુમલાથી શરૂઆત કરશે અને અંતે ગ્રાઉન્ડ ફોર્સ યુક્રેનના શહેરો પર પોતાનો કબ્જો જમાવશે.આ સાથે જ કહવામાં આવ્યું છે કે રશિયન ફ્રન્ટલાઈન આર્મી વાહનો, ટેન્ક  આગળ વધતા જોવા મળી રહ્યા છે.

આ સાથે Z પ્રકારના નિશાન બાનાવામાં આવી રહ્યા છે યુદ્ધ દરમિયાન મિત્ર અને શત્રુને ઓળખવા માટે આવા નિશાન બનાવવામાં આવે છે. યુક્રેનિયન વિશ્લેષકો દાવો કરે છે કે યુક્રેન પાસે પણ રશિયાની જેમ જ ટેન્ક અને વાહનો છે, તેથી તેની પોતાની સેનાના તોપમારાથી બચવા માટે આ નિશાન બનાવવામાં આવ્યા છે. આ સ્થિતિ દરમિયાન અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે કહ્યું છે કે યુરોપમાં યુદ્ધનો ભય વાસ્તવિક પણ જોવા મળી રહ્યો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે રશિયાના અતિક્રમણની સ્થિતિમાં અમેરિકા રશિયા પર કેટલાક સૌથી મોટા પ્રતિબંધો લાદશે.

Exit mobile version