Site icon Revoi.in

તંઝાનિયાના રાષ્ટ્રપતિ જોન મગુફુલીનું 61 વર્ષની વયે નિધન

Social Share

દિલ્લી: તંઝાનિયાના રાષ્ટ્રપતિ જોન મગુફુલીનું 61 વર્ષની વયે નિધન થયું છે. તંઝાનિયાની ઉપરાષ્ટ્રપતિ સામિયા સુલુહુએ રાષ્ટ્રપતિ મગુફુલીના મોતની પુષ્ટિ કરી છે. મગુફુલીને કોરોનાથી સંક્રમિત લાગવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી હતી,જોકે તેની પુષ્ટિ હજુ સુધી થઇ નથી. મગુફુલી કોઈ પણ જાહેર કાર્યક્રમમાં બે અઠવાડિયાથી વધુ સમય સુધી જોવા મળ્યા નથી.એવામાં તેના સ્વાસ્થ્ય અંગે અનેક અફવાઓ ફેલાઇ હતી.

મગુફુલી વર્ષ 1995 માં સંસદ સભ્ય તરીકે ચૂંટાયા હતા. 2010 માં તેમણે તંઝાનિયાના પરિવહન મંત્રીનો પદ સંભાળ્યો. સડક નિર્માણ ઉદ્યોગમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ તેમની તીવ્ર નેતૃત્વ શૈલી અને લડતને લોકોએ ખૂબ પસંદ કરી હતી. આને કારણે,તેનું નામ બુલડોઝર પડ્યું હતું.

જોન મગુફુલીને 2015 માં પ્રથમ વખત રાષ્ટ્રપતિ તરીકે નિમવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ 2020 માં ફરીથી પ્રમુખ તરીકે ચૂંટાયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તંઝાનિયાના રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કરવા માટે જોન મગુફુલીને અભિનંદન આપ્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે, તે બંને દેશો વચ્ચેની મિત્રતાને મજબૂત બનાવવા માટે તૈયાર છે. મગુફુલીએ બીજા પાંચ વર્ષની મુદત માટે રાષ્ટ્રપતિ પદના શપથ લીધા હતા.

-દેવાંશી