- સિંગલ ટ્રેકમાં જોવા મળશે કનિકા અને રાજ
- ઈન્સ્ટાગ્રામ પર આ અંગે આપી માહિતી
- રાજનો આ પહેલો મ્યુઝિક વીડિયો હશે
મુંબઈ:‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નો ટપ્પુ એટલે કે રાજ અનડકટ હવે તેની નવી ઇનિંગ શરૂ કરવા જઈ રહ્યો છે.તેની ઈનિંગ ટીવી શોથી બિલકુલ અલગ હશે, જેમાં તેની સાથે પ્રખ્યાત સિરિયલ અભિનેત્રી કનિકા માન પણ જોવા મળશે.આ સિંગલ ટ્રેકમાં બંને પહેલીવાર જોવા જઈ રહ્યા છે. આ અંગે તેણે ખુદ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર માહિતી આપી અને પોતાની ખુશી વ્યક્ત કરી.
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ જેવા લોકપ્રિય શોમાં 4 વર્ષ સુધી કામ કર્યા પછી, અભિનેતા રાજ અનડકટ હવે પછી રામજી ગુલાટીના આગામી સિંગલ ટ્રેકમાં કનિકા માન સાથે જોવા મળશે.’તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ પછી રાજનો આ પહેલો મ્યુઝિક વીડિયો છે.આ ગીત શાઝેબ આઝાદ દ્વારા નિર્મિત બ્રાઉન પિચ પર રિલીઝ કરવામાં આવશે.
વર્ષ 2021 ના અંતમાં રાજ અનડકટ સાથે જોડાયેલા સમાચાર પણ સામે આવ્યા હતા કે,તેઓ શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ને અલવિદા કહેવા જઈ રહ્યા છે.એવું કહેવામાં આવી રહ્યું હતું કે,તેણે શો છોડવાનું મન બનાવી લીધું છે.વર્ષ 2017માં આ શોમાં રાજ અનડકટની એન્ટ્રી થઈ હતી.તો, ભવ્ય ગાંધી જે અગાઉ ટપ્પુની ભૂમિકા ભજવતો હતો, તેમણે શો ચાલુ રાખવાનો ઇનકાર કર્યો હતો.જો કે, શોના નિર્માતા અસિત કુમાર મોદીએ કહ્યું હતું કે,રાજ શો છોડવા અંગે તેમની પાસે કોઈ અપડેટ નથી.તેણે નિખાલસતાથી કહ્યું, ‘મને કંઈ ખબર નથી