Site icon Revoi.in

તાઉ-તેઃ ઝંઝાવાતભર્યા 130 કિ.મીની ઝડપે પવન સાથે લેન્ડફોલની પ્રકિયા શરૂ

Social Share

અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલું તાઉ-તે વાવાઝોડું રાત્રે 9.30 કલાકે ગુજરાતના દરિયાકાંઠે ટકરાયું છે અને લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. વાવાઝોડાના પગલે 4 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. ઘણાબઘા વિસ્તારોમાં વરસાદ પડી પણ રહ્યો છે. દરિયાઇ વિસ્તારમાં ઘાતક પવન ફૂંકાવાનું થયું શરૂ થયા છે. વેરાવળ , સોમનાથ , ઉના , કોડીનાર પંથકમાં 80 થી 130 ઝડપે પવન ફૂંકાય રહ્યો છે. ઉના અને ગીર ગઢડામાં વૃક્ષો, વિજપોલ અને સોલાર પેનલ, અને મોબાઈલના ટાવર ધરાશાયી થયાના અહેવાલ છે.

વાવાઝોડા અંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું છેકે, વાવાઝોડું દીવ અને ઉનાની વચ્ચે છે. સંપૂર્ણ વાવાઝોડું દરિયાકાંઠે ટકરાવવાની શરૂઆત થઈ ગઈ છે. જેમાં 150 કિ.મી. પવન રહેશે. આખી પ્રક્રિયા ચાર કલાક ચાલે છે. ચાર જિલ્લા ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ અને ભાવનગરમાં વધુ અસર થશે. લેન્ડફોલ પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. વાવાઝોડાની અસરમાં ઝાડ પડ્યા છે અને લાઇટો બંધ થઇ છે. જામનગર, રાજકોટ, પોરબંદર, આણંદ, ભરૂચ અને ધોલેરામાં પણ તેની અસર જોવા મળશે. તાઉ તે વાવાઝોડાના પગલે નવસારી જિલ્લામાં પવનના સુસવાતા સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. કાંઠા વિભાગના 16 ગામોમા સાવચેતીના પગેલ વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો છે. ગીર સોમનાથના ઉનામાં ભારે પવનના કારણે 200 જેટલા વૃક્ષો ધારાશાયી થતા વીજ પૂરવઠો ખોરવાયો છે. રાજ્યમાં ‘‘તાઉ’તે’’ વાવાઝોડા સંદર્ભે રાહત અને બચાવ કામગીરી માટે સંભવિત અસરગ્રસ્ત 20 જિલ્લાઓમાં NDRFની ૪૪ ટીમો તૈનાત કરી દેવાઇ છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલી માહિતી અનુસાર રાજ્યના જે 20 જિલ્લાઓમાં NDRFની ટીમો તૈનાત કરાઇ છે. જેમાં વલસાડ જિલ્લામાં બે, નવસારીમાં એક, સુરતમાં બે, ભરૂચમાં બે, આણંદમાં બે, ખેડામાં એક, અમદાવાદમાં બે, બોટાદમાં એક, ભાવનગરમાં ચાર, અમરેલીમાં ચાર, ગીર સોમનાથમાં ચાર, જૂનાગઢમાં ત્રણ, પોરબંદરમાં ત્રણ, દ્વારકામાં બે, જામનગરમાં બે, રાજકોટમાં બે, મોરબીમાં બે, સુરેન્દ્રનગરમાં બે, કચ્છમાં એક, ગાંધીનગરમાં એક ટીમ મળી કુલ 44 ટીમો તૈનાત કરાઇ છે.