Site icon Revoi.in

ગૂગલ અને ફેસબૂક સામે મોટી કાર્યવાહી, ફ્રાંસે આ કારણોસર ફટકાર્યો રૂ. 1,747 કરોડનો દંડ

Social Share

નવી દિલ્હી: ગૂગલ અને ફેસબુક જેવી ટેક દિગ્ગજ વારંવાર કોઇને કોઇ વિવાદમાં સપડાતી હોય છે. હવે ગૂગલ અને ફેસબુક પર લોકોએ જાસૂસીનો આરોપ લગાવ્યો છે. ફ્રાંસે બંને કંપનીઓને કુલ 1,747 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ફ્રાંસના વોચડોગ કમિશન CNIL તરફથી ગૂગલ પર 1,261 કરોડ અને ફેસબુક પર 504 કરોડ રૂપિયાનો દંડ લગાવવામાં આવી શકે છે. બંને પર ડેટા પ્રાઇવસીના નિયમના ઉલ્લંઘનનો આરોપ છે.

આ દંડ બાદ મેટાના પ્રવક્તાએ એક નિવેદનમાં કહ્યું હતું કે, આ બાબતની હાલમાં સમીક્ષા કરવામાં આવી રહી છે. તેમણે વચન આપ્યું છે કે, આ મામલામાં યોગ્ય પગલું ઉઠાવશે. મેટાના દાવા અનુસાર તેના તરફથી કૂકિંગ ટ્રેકિંગને નિયંત્રિત કરવા માટે ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ યૂઝર્સના સેટિંગ્સમાં ફેરફાર કરવામાં આવ્યા છે. અહીંથી યૂઝર્સ ટ્રેકિંગનો વિકલ્પ બ્લોક પણ કરી શકે છે. કંપની આગળના મોરચે પણ આ સુધારો જારી રાખવા માટે તૈયાર છે. જો કે ગૂગલે હજુ આ મુદ્દે મૌન સેવ્યું છે.

બંને ટેકનોલોજી કંપનીઓ સીએનઆઇએલના આદેશનો ત્રણ મહિનામાં અમલ ન કરી શકી તો પર પ્રતિ દિન એક લાખ યુરોના હિસાબે વધારાનો દંડ પણ લગાવાઈ શકે છે.

આપને જણાવી દઇએ કે અગાઉ પણ ડિસેમ્બર 2020માં CNIL એમેઝોન અને ગૂગલને કૂકીઝના ઉલ્લંઘન માટે 3.5 કરોડ યુરો તેમજ દસ કરોડ યુરોનો દંડ ફટકારી ચૂક્યું છે. ગૂગલ પર આ ઉપરાંત જનરલ ડેટા પ્રોટેક્શનના નિયમ હેઠળ પાંચ કરોડ યુરોનો દંડ પણ ફટકાર્યો હતો.