Site icon Revoi.in

શું દાંત અને Bluetooth વચ્ચે છે કોઇ સંબંધ? જાણો તેની પાછળની આ રસપ્રદ કહાની

Social Share

નવી દિલ્હી: તમે એક ફોનમાંથી બીજા ફોનમાં માત્ર બ્લૂટૂથથી અનેક ફાઇલોની આપ-લે કરી શકો છો. Bluetooth એકદમ યૂઝર ફ્રેન્ડલી માનવામાં આવે છે અને તેના કારણે લોકો લાંબા સમય સુધી ડેટા ટ્રાન્સફર કરી શકે છે. પરંતુ તેના નામમાં ટૂથ આવે છે તો શું ખરેખર બ્લુટૂથને અને દાંતને કઇ લેવાદેવા છે? ચાલો જાણીએ.

અહીંયા આ પાછળની રસપ્રદ કહાણી એ છે કે Bluetoothનું નામ કોઇ ટેક્નોલોજી સંબંધિત કામને કારણે નહીં પરંતુ એક રાજાના નામ પર છે. ત્યારે ઘણા અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, બ્લુટૂથના નામ પાછળ વાદળી દાંતની કહાણી પણ જોડાયેલી છે.

ઘણા અહેવાલોમાં અને Bluetoothની વેબસાઇટ પર પણ એવું કહેવામાં આવ્યું છે કે Bluetoothનું નામ મધ્યયુગીન સ્કેન્ડિનેવિયન રાજાના નામ પરથી રાખવામાં આવ્યું છે. એ રાજાનું નામ હેરાલ્ડ ગોર્મસન હતું. આપને જણાવી દઈએ કે ડેનમાર્ક, નોર્વે અને સ્વીડન દેશોના રાજાઓને સ્કેન્ડિનેવિયન રાજાઓ કહેવામાં આવે છે.

ઘણા અહેવાલો અનુસાર તેનું નામ blátǫnn હતું અને તે ડેનિશ ભાષાનું નામ છે. અંગ્રેજીમાં તેનો અર્થ Bluetooth થાય છે. એક વેબસાઇટ્સ અનુસાર રાજાના નામ પરથી Bluetooth નામ આપવામાં આવ્યું હતું કારણ કે તેનો એક દાંત, જે વાદળી રંગનો દેખાતો હતો, તે એક રીતે મૃત દાંત હતો. આ કારણે Bluetooth નું નામ પડ્યું છે.

જો કે, ઘણા અહેવાલોમાં, દાંતની વાર્તાથી અલગ વાત પણ કહેવામાં આવે છે. પરંતુ, એ ચોક્કસ છે કે Bluetoothનું નામ રાજા હેરાલ્ડ ગોર્મસનના નામ પરથી રાખવામાં આવ્યું હતું.