Site icon Revoi.in

દાવો: ડાર્ક વેબ પર 10 કરોડ ભારતીયોના ક્રેડિટ-ડેબિટ કાર્ડ ડેટા થયા લીક

Social Share

નવી દિલ્હી: દેશમાં જે રીતે ટેક્નોલોજી દિવસે દિવસે વધી રહી છે તેની સાથોસાથ ડેટાની ગોપનીયતાને લઇને ખતરો પણ વધી રહ્યો છે. સાયબર સુરક્ષા મામલામાં એક સ્વતંત્ર શોધકર્તા રાજશેખર રાજહરિયાએ દાવો કર્યો છે કે દેશના 10 કરોડ ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ ધારકોના ડેટા ડાર્ક વેબ પર વેચવામાં આવી રહ્યાં છે. તેમના અનુસાર બેંગ્લુરુ સ્થિત ડિજીટલ પેમેન્ટ્સ ગેટ વે જસપેના સર્વર પરથી આ ડેટા લીક થયો છે.

આ અંગે જસપેએ કહ્યું કે, સાયબર હુમલા દરમિયાન કોઇપણ કાર્ડ નંબર કે નાણાકીય વસ્તુઓ સાથે સમજોતો નથી થયો અને 10 કરોડની જે સંખ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે તેનાથી હકીકતની રકમ ખૂબ ઓછી છે. કંપનીના એક પ્રવક્તાએ નિવેદનમાં કહ્યું હતું કે, 18 ઑગસ્ટ 2020ના રોજ અમારા સર્વર સુધી અનધિકૃત રસ્તાથી પહોંચવાની જાણકારી જ્યારે અમને મળી હતી ત્યારે તેને વચ્ચે જ રોકી દેવામાં આવ્યું હતું, જેનાથી કોઇપણ કાર્ડ નંબર કે અન્ય વસ્તુઓ લીક ના થાય. જો કે પ્લેન ટેક્સ્ટ ઇમેઇલ અને ફોન નંબર જેવા કેટલાક ડેટા લીક થયા પરંતુ તેની સંખ્યા 10 કરોડથી ઓછી છે.

સાયબર સુરક્ષાના જાણકાર અનુસાર ડાર્ક વેબ પર ક્રિપ્ટોકરન્સી બિટકોઇન દ્વારા ડેટા વેચવામાં આવી રહ્યો છે. આ ડેટા માટે હેકર પણ ટેલીગ્રામ દ્વારા સંપર્ક કરી રહ્યાં છે. જો હેકર ફિંગરપ્રીન્ટ બનાવવા માટે હૈશ અલ્ગોરિધમનો ઉપયોગ કરે છે તો તે માસ્કસ્ડ કાર્ડ નંબરને પણ ડિક્રિપ્ટ કરી શકે છે. આ સ્થિતિમાં 10 કરોડ કાર્ડધારકોના ડેટા જોખમમાં છે.

નોંધનીય છે કે કંપનીએ સ્વીકાર કર્યો છે કે હેકરની પહોંચ જસપેના એક ડેવલોપર સુધી થઇ ગઇ હતી, જે ડેટા લીક ખયા છે તે સંવેદનશીલ માનવામાં આવતા નથી. માત્ર કેટલાક ફોન નંબર અને ઇમેઇલ એડ્રેસ લીક થયા છે.

(સંકેત)