Site icon Revoi.in

ભૂલથી પણ ના ડાઉનલોડ કરશો વોટ્સેપનું આ વર્ઝન અન્યથા સંકટમાં મૂકાઇ જશો

Social Share

નવી દિલ્હી: ગૂગલ પ્લે સ્ટોર નિયમિતપણે યૂઝર્સની સલામતી તેમજ સુરક્ષા માટે એપ સ્ટોર પર આવતી દરેક એપને સ્કેન કરે છે અને પછી જ તેને પ્લેટફોર્મ પર અનુમતિ આપે છે. ગૂગલ પ્લે સ્ટોર પર તાજેતરમાં અનેક એપ્સ પર પ્રતિબંધ મૂકાયો છે. હજુ પણ ગૂગલ પ્લે સ્ટોરમાં કેટલીક એપ્સના મોડિફાઇડ વર્ઝન છે. જો તેનો ઉપયોગ કરવામાં આવે તો તે ડિવાઇઝને સંક્રમિત કરી શકે છે. Android માટે WhatsAppના મોડિફાઇડ વર્ઝનમાં ટ્રોજન શોધવામાં આવ્યો છે. મેલવેયર એક પેલોડ ડાઉનલોડ કરવા માટે સમર્થ છે.

શોધકર્તાઓના એક રિપોર્ટ અનુસાર, ટ્રોજન ટ્રાયડા FMWhatsApp 16.80.0, વોટ્સએપના મોડિફાઇડ વર્ઝનને પ્રભાવિત કરે છે. આવા મોડિફાઇડ એપ્સ યૂઝર્સને વધારાની સુવિધાઓ પૂરી પાડવા માટે બનાવાય છે. જે મૂળ વોટ્સએપમાં જોવા નથી મળતી. FMWhatsApp મોડિફાઇડ કરેલી એપ ડાઉનલોડ કરવાથી તમે મુશ્કેલીને નોતરી રહ્યાં છો.

Trojan Tiadaએ હવે પોતાના જાહેરાત સોફ્ટવેર ડેવલપેન્ટ કીટની સાથે FMWhatsAppનું નવું વર્ઝન દાખલ કર્યું. જો તમે એપ લૉન્ચ કરો છો. ટ્રોજનથી સંક્રમિત છે, તો આ ડિવાઇઝ આઇન્ડેન્ટિફાયરને ભેગા કરશે અને તેમને એક રિમોટ સર્વર પર પરત મોકલી દેશે. સર્વર નવા ડિવાઇઝને રજીસ્ટર કરે છે. એક પેલોડ માટે એક લિંક પરત મોકલે છે.

ઘણા અલગ અલગ પ્રકારમાં મેલવેયરની શોધ કરી છે. વધુ એક મેલવેયર સંક્રમિત ડિવાઈસ પર ઘણા કાર્ય કરી શકે છે અને તે છે ફુલ સ્ક્રીન જાહેરાત. આ પ્રકારની જાહેરાતના કારણે સામેવાળાને વધુથી વધુ વ્યુઝ મળે છે. સાથે જ તમારી પરમિશન વગર સાઈન -અપ કરવમાં સક્ષણ હોય છે. Kaspersky એ આ પ્રકારની એપને ડાઉનલોડ ના કરવાની સંશોધન કરતાઓ ચેતવણી આપી છે. અનવોન્ટેડ પેડ સબ્સક્રિપ્શન માટે સાઈન અપ કરવા સિવાય, યૂઝર પોતાના ખાતાનું પૂર્ણ નિયંત્રણ પણ ગુમાવી શકે છે.