Site icon Revoi.in

ફેસબૂકને કોરોના કાળ ફળ્યું, ભારતમાં આવક વધીને 9000 કરોડ થઇ

Social Share

નવી દિલ્હી: ભારતમાં સ્માર્ટફોનના સતત વધતા વ્યાપની સાથોસાથ ઑનલાઇન સોશિયલ મીડિયાનો ક્રેઝ પણ યૂઝર્સમાં સતત વધી રહ્યો છે.

ખાસ કરીને ભારતના યૂઝર્સમાં ફેસબૂકનો ટ્રેન્ડ ફૂલ્યોફાલ્યો છે. ફેસબૂકને ભારતનું બજાર ફળી રહ્યું છે. ગત વર્ષ 2020-21 દરમિયાન ભારતમાં ફેસબૂકની આવક વધીને 9000 કરોડ રૂપિયા પર પહોંચી છે.

તે પહેલાના વર્ષમાં ફેસબૂકની ભારતની આવક 6613 કરોડ રૂપિયા હતી. જેમાં કોરોના કાળ દરમિયાન વધારો થયો છે અને આવક 9000 કરોડ રૂપિયા પાર પહોચી ચૂકી છે. જો કે હજુ સુધી ફેસબૂક દ્વારા સત્તાવાર આંકડા જાહેર કરવાના બાકી છે.

છેલ્લા કેટલાક વર્ષોથી ઈન્ટરનેટ ડેટાની કિંમતોમાં થયેલા ઘટાડા અને સ્માર્ટફોનના પણ સસ્તા થવાના કારણે સોશિયલ મીડિયા કંપનીઓને ફાયદો થઈ રહ્ય છે. બીજી તરફ કોરોનાકળમાં લોકો ઘરે રહ્યા હોવાથી તેમણે મનોરંજન મેળવવાથી માંડીને અભ્યાસ માટે ઈન્ટરનેટનો સહારો લીધો હતો.

ગત વર્ષે યૂઝર્સના બિઝનેસ અને બ્રાન્ડ સાથે ઑનલાઇન જોડાવામાં બદલાવ આવ્યો છે. ઑનલાઇન માર્કેટિંગ ખર્ચ વધ્યો છે અને તેના કારણે ડિજીટલ જાહેરાતનો ગ્રોથ વધ્યો છે.

ફેસબૂક ઈન્ડિયાનુ કહેવુ છે કે, ગયા વર્ષે  યુઝર્સના બિઝનેસ અ્ને બ્રાન્ડ સાથે ઓનલાઈન જોડાવામાં બદલાવ આવ્યો છે. ઓનલાઈન માર્કેટિંગ ખર્ચ વધ્યો છે અને તેના કારણે ડિજિટલ જાહેરાતોનો ગ્રોથ વધ્યો છે.

જાણકારોનુ માનવુ છે કે, હાલના વર્ષમાં ડિજિટલ માર્કેટમાં 40 ટકાનો વધારો થશે. આ ટ્રેન્ડ બદલાવો શક્ય નથી.ડિજિટલ કંપનીઓની ઈકોનોમીમાં ભાગીદારી વધારે મજબૂત થઈ રહ્યો છે. નાના અને મોટા બિઝનેસ ગ્રાહકો સાથે જોડાવા માટે ઈન્ટરનેટનો ફાયદો ઉઠાવી રહ્યા છે.