Site icon Revoi.in

વોટ્સએપનું આ દમદાર ફીચર્સ, એપના લોગોને ગોલ્ડન રંગ આપો

Social Share

નવી દિલ્હી: અત્યારે લોકો નવા વર્ષની ઉજવણીની તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. કેટલાક લોકો બહાર ફરવા જવાનું, નવા કપડાં પહેરવાનું કે પછી નવા વર્ષનું મ્યૂઝિક સાથે સ્વાગત કરવા માટે થનગનાટ અનુભવી રહ્યા છે. પીળા રંગને ઉત્સવનો રંગ કહેવામાં આવે છે. પીળો કે ગોલ્ડન કલરને સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે. તમે વોટ્સએપના લોગોમાં પણ ગોલ્ડન કલરનો ઉપયોગ કરી શકો છો.

વોટ્સએપને પણ ગોલ્ડન કલરમાં તરબોળ કરી શકાય છે. જેના માટે તમારે અહીંયા આપેલી ટ્રિક્સને ફોલો કરવી પડશે.

આ માટે સૌથી પહેલા તમારા સ્માર્ટફોનમાં નોવા લોંચર હોવું જરૂરી છે

પછી તમારે આ એપને ઓપન કરવાની રહેશે

પોતાના મોબાઇલ ડિવાઇસ પર મનપસંદ સ્ટાઇલની પસંદગી કરો

એક વખત સ્ટાઇલ પસંદ કર્યા બાદ તમારે ગોલ્ડન વોટ્સએપ આઇકનની છબીને શોધવી પડશે

તમને જે છબિ વધુ પસંદ આવે તેને ડાઉનલોડ કરો

હવે બસ બે સેકન્ડ માટે વોટ્સએપ આઇકન પર ટેપ કરો

ત્યારબાદ ફ્લોટિગં વિન્ડોમાં એક પ્રકારની પેન્સિલ જોવા મળશે

તેના પર ટેપ કરો અને હવે તમે પ્સ એન્ડ ફોટોજમાં જઇને ગોલ્ડન વોટ્સએપ લોગોને પસંદ કરી શકો છો

વોટ્સએપ આઇકન પારદર્શી પીએનજી ફોર્મેટમાં હોય તે આની અનિવાર્યતા છે

ડન પર ક્લિક કરો અને નવા વર્ષનું સ્વાગત કરવા માટે તમારી સમક્ષ ગોલ્ડન વોટ્સએપ લોગો અને આઇકન હશે