Site icon Revoi.in

વોટ્સએપ ચેટમાં રોકાય છે મેમરી? તો આ ફીચરથી મેમરી રહેશે ફ્રી, આ રીતે કરો ઉપયોગ

Social Share

નવી દિલ્હી: વોટ્સએપ આજે દૈનિક જીવનમાં સૌથી વધુ વપરાતો સોફ્ટવેર કે પ્લેટફોર્મ કહી શકાય છે. આજે મોટા ભાગની વાતચીત પણ વોટ્સએપના માધ્યમથી થતી હોય છે ત્યારે વોટ્સએપથી થતી ચેટ પણ તમારા ફોનમાં મેમરી રોકે છે. તેના માટે પણ હવે વોટ્સએપમાં Disappearing Messages કરીને એક ફીચર આવે છે. આ ફીચર તમારા ફોનની ઇન્ટરનલ મેમરીને બચાવવામાં મદદરૂપ થાય છે. તેને યૂઝર્સ સેટિંગમાં જઇને Enable અને Disable કરી શકે છે. તેનો ફાયદો એ છે કે તે એક ટાઇમ બાદ પોતાની જાતે જ ડિલીટ થઇ જાય છે.

વોટ્સએપમાં આ ફીચર એનેબલ કરવાપર તમને 24 કલાક, 7 દિવસ અથવા 90 દિવસ સુધીનો સમય મળે છે. તેનો અર્થ એ થયો કે તમે એકવાર આ ઓપ્શન સિલેક્ટ કરીને ટાઇમ નાખો તો એ નિર્ધારિત સમય બાદ તે મેસેજ આપોઆપ ચેટ વિન્ડોમાંથી ગાયબ થઇ જશે.

અહીંયા બીજી એક વિશિષ્ટતા એ પણ છે કે યૂઝર્સ કોઇપણ વ્યક્તિગત ચેટ માટે પણ તેને ઓન અને ઓફ કરી શકો છો. કોઇ ગ્રુપ ચેટ માટે પણ આમ કરી શકાય છે. તે ઉપરાંત કોઇ ગ્રુપ માટે એડમિન પણ Disappearing Messages ફિચરને ઓન અથવા ઓફ કરી શકે છે.

એન્ડ્રોઇડ અને IPhoneમાં કેવી રીતે આ ફીચર એનેબલ કરશો

સૌ પ્રથમ વોટ્સએપ ચેટ ખોલવાની રહેશે

યારબાદ નામ પર ટેપ કરો

ત્યારબાદ Disappearing Messages પર ક્લિક કરો

ત્યાર બાદ તમે 24 કલાક, 7 દિવસ અને 90 દિવસનો ટાઈમ સિલેક્ટ કરી શકો છો.

Iphone અને Android માં disappearing messages કઈ રીતે બંધ કરશો? 

આ ફિચરને ઓન કર્યા બાદ એ ચેટના મેસેજ પોતાની જાતે જ ડિલિટ નહીં થાય.

સૌથી પહેલા વોટ્સએપ chat ખોલો.

ત્યાર બાદ નામ પર ટેપ કરો.

ત્યાર બાદ ડિસઅપીયરિંગ મેસેજીસ પર ટેપ કરો, અને તેને બંધ કરી દો.