Site icon Revoi.in

લૉન્ચ થયું Microsoft Windows 11, આ ફીચર્સથી છે સજ્જ

Social Share

નવી દિલ્હી: માઇક્રોસોફ્ટ યૂઝર્સ માટે ખુશીના સમાચાર છે. અંતે જેની લાંબા સમયથી રાહ જોવાઇ રહી હતી તે માઇક્રોસોફ્ટ Windows 11 લોન્ચ થઇ ચૂક્યું છે. એક વર્ચ્યુઅલ ઇવેન્ટમાં Microsoftએ Windows 11ને સત્તાવાર રીતે લોન્ચ કર્યું છે. નવા વિન્ડોઝમાં અનેક નવા ફીચર્સ છે જે યૂઝર્સને અનુભવને વધુ શાનદાર બનાવશે. Windows 11 એક નવું સ્ટાર્ટ મેનૂ અને વિઝેટો સાથે ટાસ્કબાર જોવા મળ્યું છે જે ડેવલોપર એપ્લિકેશન સાથે કાર્ય કરશે. Windows 10 લૉન્ચ થયાના 6 વર્ષ બાદ કંપનીએ Windows 11ની જાહેરાત કરી છે.

માઇક્રોસોફટે નવા વર્ઝનમાં વિન્ડોઝ સ્ટોરને રિડીઝાઇન કર્યો છે. જેમાં Windows 11માં Android એપ્લિકેશનોને સપોર્ટ આપવામાં આવશે. આની માટે એમેઝોન એપ સ્ટોર વિન્ડોઝ 11માં ઉપલબ્ધ હશે જ્યાં યૂઝર્સ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકે છે. એન્ડ્રોઇડ એપ્લિકેશન સપોર્ટ બાદ યૂઝર્સ Android 11માં ચાલતી Windows 11માં આવી એપ્લિકેશનો ડાઉનલોડ કરી શકશે.

માઇક્રોસોફટ આ વર્ષના અંત સુધીમાં Windows 11ને નવા કમ્પ્યુટર અને અન્ય ડિવાઇસ પર ઉપલબ્ધ કરાવશે. Windows 10 યૂઝર્સ માટે મફત અપગ્રેડ હશે. તેની માટે તમારા લેપટોપ અને કમ્પ્યુટરમાં ઓછામાં ઓછી 4GB રેમ અને 64 GB ફ્રી સ્ટોરેજ હોવું જોઇએ. આ ઉપરાંત તમારી ડિવાઇસ 64-બીટ પ્રોસેસરથી સજ્જ હોવી જરૂરી છે.

Microsoft એ Windows 11 માં નું નવું યુઝર ઇન્ટરફેસ વિન્ડોઝ 10x ની યાદ અપાવે છે. તેમાં ગોળાકાર ખૂણાવાળા વિઝેટસ છે. જેમાં કેલેન્ડર, હવામાન જેવી વસ્તુઓ શામેલ છે. એક સુધારેલી સિસ્ટમ ટ્રે, નવી સ્પ્લિટ સૂચનાઓ અને ક્વિક એક્શન યુઆઈ પણ છે. તમે આ નવી વિન્ડોને વ્યક્તિગત કરી શકો છો. આમાં આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

Windows 11 ખાસ ગેમિંગ માટે બનાવવામાં આવ્યું છે. કંપનીએ કહ્યું છે કે આ ઓપરેટિંગ સિસ્ટમ શ્રેષ્ઠ ગેમિંગનો અનુભવ આપશે. HD એચડીઆર સુવિધા આપવામાં આવી છે જે ગેમિંગમાં ઓટો લાઇટને અપડેટ કરશે જેથી વધુ સારી વિઝિબીલીટી હોઈ શકે.