Site icon Revoi.in

ભૂલથી પણ કોઇ અજાણ્યા કૉલ પર ફોન નહીં કરતા મર્જ બાકી બેંક એકાઉન્ટ થઇ જશે સાફ

Social Share

નવી દિલ્હી: દેશમાં ટેક્નોલોજીના વધતા વ્યાપ સાથે સાઇબર ફ્રોડના કિસ્સામાં પણ સતત વધારો થઇ રહ્યો છે ત્યારે સરકારે આ મામલે એલર્ટ આપ્યું છે. સાયબર અપરાધીઓ નવી રીતે લોકોને છેતરી રહ્યા છે. કોવિડ રોગચાળા દરમિયાન સાયબર ફ્રોડના કિસ્સા વધ્યા છે. તેથી સાવચેતી આવશ્યક છે.

સાયબર દોસ્તે લોકોને ચેતવણી આપી છે કે કોલ દ્વારા પણ OTP ચોરાઇ શકે છે. આપને જણાવી દઇએ કે સાયબર દોસ્ત એ ગૃહ મંત્રાલયનું ટ્વિટર હેન્ડલ છે, જે સાયબર સુરક્ષા અંગેની માહિતી શેર કરે છે.

સાયબર દોસ્તે યૂઝર્સને એલર્ટ કરતા કહ્યું છે કે, ફોન પર અજાણ્યા વ્યક્તિ સાથે વાત કરતી વખતે અન્ય કોઇ કોલને ક્યારેય મર્જ ના કરો. કૉલ મર્જ થતાં જ છેતરપિંડી કરનાર OTP જાણીને તમારું એકાઉન્ટ જાણી શકે છે. જાગૃત રહો, સજાગ રહો. જો તમે છેતરપિંડીના શિકાર બન્યા છો તો તમે Cybercrime.gov.in પર તમારી ફરિયાદ નોંધાવી શકો છો.

ભલે તે ડિજીટલ પેમેન્ટ હોય કે બેંક સંબંધિત કોઈપણ પેમેન્ટ કરતી વખતે, OTP નંબર તમારા ફોન પર ચોક્કસપણે આવે છે. તે પછી જ તમારો વ્યવહાર પૂર્ણ થશે. તેથી ધ્યાનમાં રાખો કે, તમારો OTP નંબર કોઈની સાથે શેર કરશો નહીં. ઉપરાંત, મોટાભાગના લોકો તેમના OTP નંબર ફોન અને મેસેજ દ્વારા પણ શેર કરે છે. ભૂલથી પણ આવા OTP શેર ન કરો, તેનાથી તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે.

મોટાભાગના સ્થળોએ લોકોને ફ્રી વાઈફાઈની સુવિધા આપવામાં આવી રહી છે. મેટ્રો, રેલ્વે સ્ટેશન, પાર્ક સહિત આવી ઘણી જગ્યાએ ફ્રી વાઈફાઈની સુવિધા છે. ઘણીવાર લોકો ઇન્ટરનેટ બચાવવા માટે પબ્લિક વાઇફાઇ દ્વારા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરે છે. આ ફ્રી વાઈફાઈમાં કેટલીક છેતરપિંડી પણ થઈ શકે છે. આ સ્થિતિમાં, જો તમે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરો છો, તો બેંક સંબંધિત તમારી અંગત માહિતી તેમની પાસે જાય છે. તો ધ્યાનમાં રાખો કે, પબ્લિક વાઇફાઇ પર ક્યારેય પણ તમારા વ્યવહારો ન કરો. આ રીતે તમે સાયબર ફ્રોડથી બચી શકો છો.