Site icon Revoi.in

રિલાયન્સ જીયોનો દબદબો, હવે BSNLને મ્હાત આપીને વાયર્ડ બ્રોડબેન્ડ પ્રોવાઇડરમાં પ્રથમ ક્રમે

Social Share

નવી દિલ્હી: રિલાયન્સ જીયોનો ટેલિકોમ સેક્ટરમાં દબદબો હજુ પણ અકબંધ છે. ટ્રાઇ દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર નવેમ્બર 2021ના ડેટા પ્રમાણે જિયોએ વાયર્ડ ફિક્સ્ડ લાઇન બ્રોડબેન્ડ સેવામાં સરકારી માલિકીની BSNLને પછાડીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. વાયર્ડ સેવામાં પણ જીયોનો સિક્કો ચાલી રહ્યો છે. લગભગ 43.40 લાખ વાયર્ડ ફિક્સ્ડ લાઇન બ્રોડબેન્ડ કનેક્શન્સ સાથે જીયો પ્રથમ યાદીમાં ટોચના સ્થાને પહોંચ્યું. BSNL42 લાખ કનેક્શન્સ સાથે બીજા ક્રમાંકે છે. ભારતી એરટેલે 40.80 લાખ કનેક્શન સાથે ત્રીજું સ્થાન જાળવી રાખ્યું છે.

મુકેશ અંબાણીના નેજા હેઠળની રિલાયન્સ જિયોની ફાઇબર સર્વિસે વાયર્ડ ફિક્સ્ડ લાઇન સર્વિસ સેગમેન્ટમાં નંબર વનનું સ્થાન હાંસલ કર્યું છે. નવેમ્બરમાં રિલાયન્સ જીયોએ લગભગ 1 લાખ 90 હજાર નવા ફાઇબર કનેક્શન આપ્યા. તે જ સમયે સેગમેન્ટની દિગ્ગજ BSNLના બ્રોડબેન્ડ ગ્રાહકોમાં ઘટાડો થયો હતો.

નોંધનીય છે કે, ટ્રાઈના ડેટા અનુસાર નવેમ્બર 2021માં વાયરલેસ અને વાયર્ડ બ્રોડબેન્ડ સેગમેન્ટમાં રિલાયન્સ જિયોનો કુલ બજાર હિસ્સો 54.01 ટકા પર પહોંચી ગયો છે. એરટેલ 26.21% સાથે બીજા ક્રમે અને વોડાફોન-આઈડિયા 15.27% સાથે ત્રીજા નંબરે પાછળ છે.