Site icon Revoi.in

નંબર સેવ કર્યા વગર વોટ્સએપ મેસેજ મોકલવા માંગો છો? તો આ સરળ સ્ટેપ્સ ફૉલો કરો

Social Share

નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં સૌથ વધુ લોકપ્રિય મેસેજિંગ એપ્લિકેશન હોય તો તે વોટ્સએપ છે. વોટ્સએપમાં આપણે ચેટિંગ, વીડિયો કૉલિંગ, વૉઇસ કોલિંગ ઉપરાંત ડોક્યુમેન્ટ્સ મોકલવા સહિતના કામ કરી શકીએ છીએ. આપણે મોટા ભાગે એવા લોકોને મેસેજ કરીએ છીએ જેનો નંબર મોબાઇલમાં સેવ છે. જો કે ક્યારેક અજાણી વ્યક્તિને પણ મેસેજ કરવાની જરૂર રહે છે. તેવામાં આપણે મેસેજ કરવા માટે તેના નંબર સેવ કરવાની નોબત આવે છે.

ક્યારેક જો અજાણ્યા વ્યક્તિનો નંબર સેવ હોય તો તેના સ્ટેટસ તેમજ પ્રોફાઇલ પણ જોવા મળી શકે છે. તેવામાં ક્યારેક કોઇ કામ માટે કોઇ અજાણી વ્યક્તિના નંબર સેવ કર્યા વગર તમે કઇ રીતે વોટ્સએપ કરી શકો છો તે આપને જણાવીશું.

વ્હોટ્સેપ પર કોઈ પણ વ્યક્તિના નંબર સેવ કર્યા વગર મેસેજ કરવાની આ રીત એન્ડ્રોઈડ અને iOS એમ બંનેમાં ચાલે છે. આના માચે તમારે માત્ર પોતાના ફોનમાં બ્રાઉઝર ઓપન કરવું પડશે. ત્યારબાદ તમારે URLમાં http://wa.me/xxxxxxxxxx ટાઈપ કરવું પડશે.

ત્યારબાદ તમારે Xxxxxxની જગ્યાએ તમારો ફોન નંબર કંટ્રી કોડ સાથે દાખલ કરવા પડશે. ઉદાહરણ તરીકે જો તમારે કોઇ ભારતના વ્યક્તિને મેસેજ કરવો છે તો આગળ તમારે 91 ઉમેર્યા બાદ મોબાઇલ નંબર દાખલ કરવાનો રહેશે.

નંબર દાખલ કર્યા બાદ તમારે એન્ટર પર ક્લિક કરવું પડશે. તે પછી તમારી સામે એક પેજ ઑપન થશે. અહીં તમે જે નંબર આપ્યો હતો તેને મેસેજ મોકલવાનું ઓપ્શન મળશે. તેના પર ક્લિક કરો. ક્લિક કર્યા બાદ વોટ્સએપ ઑપન થશે. ત્યારબાદ અજાણ્યા નંબરનું ચેટબોક્સ ઑપન થઇ જશે. ત્યારબાદ તમે સરળતાપૂર્વક મેસેજ કરી શકો છો.